Gujarat

શ્રી પીઠેશ્વરી કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંદિર પીઠાઈ ખાતે વાર્ષિક રમતોત્સવ – ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મુખ્ય મહેમાન ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજેશભાઈ.એમ.પટેલ નાં ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો
શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર પિઠાઈ ખાતે વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે વાર્ષિક રમતોત્સવ, ઈનામ વિતરણ તેમજ ધોરણ.૧૦ અને ધોરમ.૧૨ નાં વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે શુભેચ્છા સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ આ શુભેચ્છા કાર્યક્રમમાં આચાર્ય દિલીપભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે જમણવાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજેશભાઈ.એમ.પટેલ, અતિથિ વિશેષ ખેડા જિલ્લા બક્ષીપંચ મંત્રી – ભાજપ ગોવિંદભાઈ શર્મા, પુર્વ પ્રમુખ કપડવંજ – ભાજપ આશિષભાઈ શાહ, વિનોદભાઈ શાહ (સવિતા સેલ્સ – નડિયાદ), સરપંચ સતીષભાઈ પટેલ તથા શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર નાં પ્રમુખ ગોરધનભાઈ પટેલ, મંત્રી મંગળ સિંહ ડાભી, આચાર્ય દિલીપભાઈ પટેલ, મંડળના ઉપપ્રમુખ જુવાન સિંહ પરમાર, રમણભાઈ ડાભી, પ્રવિણસિંહ પરમાર, રણછોડભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ સહિત શ્રી પીઠેશ્વરી કેળવણી મંડળના તમામ કારોબારી નાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.