Gujarat

બેટરી બનાવતી કંપનીએ રોકાણકારોને છેલ્લા ૬ મહિનામાં ૩૨૭.૬૦ રૂપિયાનું વળતર આપ્યું

HBL પાવર સિસ્ટમ લિમિટેડ જુદા-જુદા પ્રકારની બેટરી, ઈ-મોબિલિટી અને અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન અને સર્વિસિસ કરે છે. રેલ્વે ઈલેક્ટ્રોનિક્સ કંપનીમાં ફ્લેગશિપ પ્રોડક્ટ્‌સ, સલામતી માટે TMS (ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ) અને કાર્યક્ષમ ટ્રેક ઉપયોગ માટે TMS (ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ) છે. આ ઉપરાંત કંપની ફાઈટર એરક્રાફ્ટ, માનવ રહિત હવાઈ વાહનો, સબમરીન પ્રોપલ્શન સિસ્ટમ, ટોર્પિડો, યુદ્ધ ટેન્ક, મિસાઈલ, આર્ટિલરી ફ્યુઝ અને સપ્લાય માટે બેટરીનું ઉત્પાદન કરે છે. ૐમ્ન્ પાવર સિસ્ટમના શેર ૭ ફેબ્રુઆરીના રોજ ૧૫.૬૦ રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર ૫૩૯ ના સ્તર પર ખુલ્યો હતો અને ૫૬૫ ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર ૨.૯૧ ટકાના વધારા સાથે ૫૫૧.૬૦ રૂપિયા પર બંધ થયો હતો. ૐમ્ન્ પાવર સિસ્ટમના શેરે છેલ્લા ૬ મહિનામાં ઈન્વેસ્ટર્સને ૩૨૭.૬૦ રૂપિયાનું વળતર આપ્યું છે. શેર ૬ માસમાં ૧૪૬.૨૫ ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ ૪૭૪.૫૮ ટકાનું મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે. કંપનીએ ૧ વર્ષ દરમિયાન ૪૫૫.૬૦ રૂપિયાનું વળતર આપ્યું છે.

HBL પાવર સિસ્ટમના શેરે છેલ્લા ૫ વર્ષમાં ૩૮૭.૬૦ ટકાનું રિટર્ન આપ્યું છે. ૮ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ શેરના ભાવ ૨૩.૯૦ રૂપિયા હતા. જે રોકાણકારોએ ૧ લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોય તો ૪,૧૮૪ શેર આવે. આજના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો ૪,૧૮૪ શેર ઠ ૫૫૧.૬૦ રૂપિયા = ૨૩,૦૭,૮૯૪ એટલે કે ૨૩.૦૮ લાખ રૂપિયા થાય. HBL પાવર સિસ્ટમમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૯.૧ ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ ૩૭.૮.૪ ટકા છે. કંપનીમાં કુલ ૨.૪૨,૩૮૫ શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ ૧૫,૨૭૪ કરોડ રૂપિયા છે, જ્યારે દેવું ૩૭.૮ કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો ૨૩૭ કરોડ રૂપિયા છે. કંપનીની બોર્ડ મીટીંગમાં કુલ ૧૭૫ કરોડ રૂપિયાના ચાલુ વર્ષના ખર્ચ માટે મંજૂરી આપી હતી. જેમાંથી ૬૦ કરોડ રૂપિયાનું રોકાણ લિથિય મ Ion Cell ™ ના પ્રોડક્શન પ્લાન્ટ માટે કરવામાં આવશે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *