Gujarat

છોટાઉદેપુર તાલુકાના ખડકવાડાથી ભોરદલી રોડ ઉપર કોતર આવેલ છે. તે કોતર ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ કોઝવે તૂટી જતા આઠ ગામોના લોકો હેરાન પરેશાન

ગુજરાત રાજ્યના છેવાડા ના ગામોના રસ્તામાં આવેલ કોઝવે તૂટતાં રસ્તો બંધ થતાં ગુજરાત ના લોકો મધ્યપ્રદેશ માં ફરી ને ગુજરાતમાં આવવા મજબુર
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામો ભોરદલી, રજવાંટ, બાલાવાંટ, દિયાવાંટ,બંઢલા,ઓઢી,બીલવાટ સહીત આઠ ગામોને જોડતા રસ્તા ઉપર ભોરદલી ગામ પાસે એક કોતર આવેલું છે તે કોતર ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કોઝ્વે બનાવમાં આવ્યું હતું. ભારે વરસાદમાં કોતરમાં પાણી આવતા આ કોઝવે તૂટી ગયો છે. કોઝવેમાં નાખવામાં આવેલ પાઇપો તણાઈ ગઈ છે અને આખો સ્લેબ કોઝવેનો તૂટી જતા કોઝવેમાં મોટો ખાડો પડી ગયો છે. જેનાથી આ રસ્તા ઉપરથી પગપાળા પણ પસાર થઇ શકાય તેમ નથી જેથી આઠ જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલ આ આઠ ગામોના લોકોને છોટાઉદેપુર આવવા માટે મધ્યપ્રદેશ રાજ્ય માં પ્રવેશ મેળવી અને ત્યાર બાદ બીજા માર્ગે થી ગુજરાતના છોટાઉદેપુરમાં આવવા મજબુર બન્યા છે. જેથી ૧૫ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. જ્યારે આ કોઝવે પંચાયત માર્ગ મકાન વિભાગનો છે. વર્ષો થી આ કોઝવે ઉપર પુલ બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોની રજૂઆત કોઈ સાંભળી ના અને પુલ બનાવવામાં આવ્યો ના જયારે કોઝવે ધોવાઈ જતા હવે લોકોને દુઃખ ભોગવવાનો વારો આવ્યો છે.
 વર્જન : વિનુભાઈ ભોરદલી ગ્રામ પંચાયત સરપંચના જણાવ્યા મુજબ 8 ગામોના લોકો હેરાન થાય છે ભોરદલી ગામના વચ્ચે થી ઓરસંગ નદી પસાર થાય છે બીજી તરફ આ કોતર આવેલ છે જેનાથી ગ્રામજનો નદી અને કોતરમાં પાણી આવે ત્યારે બંનેવ તરફ થી ઘેરાયા જાય છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ અમારા ગામો ગુજરાત રાજ્યના છેવાડાના ગામો છે અને આ ગામોનો વિકાસ થવો જોઈએ હાલ પૂરતો કોઝવેનું રીપેરીંગ થવું જોઈએ અને ચોમાસા પછી આ કોઝવે ઉપર પુલ બનવો જોઈએ તેવી અમારી માંગ છે