Gujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ  છોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ 
છોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી છે. પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, વીશ્વરાજસિંહ ગોહિલ તથા મોહમ્મદ કૈફભાઈની સરાહણીય કામગીરી સામે આવી છે. છોટાઉદેપુર ખાતે રાત્રી દરમિયાન બસ ડેપો ખાતે મુલાકાત કરતા બસ ન મળતા અટવાયેલા મુસાફરોને સરકાર તરફથી રેહવા માટે મળતી રેન બસેરાની સુવિઘા વિશે સમજણ આપવામાં આવી હતી.
છોટાઉદેપુર નગરમાં આવેલ રેન બસેરા સુધી પહોંચાડી એમને યોગ્ય સુવિધા આપવવામાં આવી હતી. કુલ ૭ જેટલા મુસાફરો અટવાયા હતા. છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, વીશ્વરાજસિંહ ગોહિલ તથા મોહમ્મદ કૈફભાઈએ મુસાફરોને રેન બસેરા સુધી પહોંચાડી તેમને રહેવા માટે સુવિધા પૂરી પાડી હતી. જેને લઇને તેઓની સરાહણીય કામગીરી સામે આવી છે. આ કામગીરી જોઈને લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર