પ્રાંતિજના વડવાસા હાઇવે પર કન્ટેનર સુતરના દોરા ભરીને સુરતથી પાણીપત જઈ રહ્યું હતું. ત્યારે અચાનક અજાણ્યો કાર ચાલક પૂરઝડપે જઈ રહ્યો હતો ત્યારે તે કારનો બચાવ કરવા કન્ટેનરના ચાલકે કાબૂ ગુમાવતા કન્ટેનર પલટી ખાઇ જતાં ડ્રાયવર કંડક્ટરને ઈજાઓ પહોંચતા હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા હતા.
કન્ટેનર પલટી ખાતાં હાઇવે પરની ગટરલાઈન આખી ઉથલી પડી હતી. ત્યારે ગટરનું ઉપરનું તળિયું ઉથલાઈ સર્વિસ રોડ પર પટકાયું હતું. ત્યારે ક્રેન દ્વારા ગટરનો સ્લેબ બાજુમાં ખસેડાતાં વાહનચાલકોએ રાહત લીધી હતી.

