પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર નજીક વસેડી ગામે ગત 21/05/2022ના રોજ ઘટના બની હતી. પત્નિના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિ અવારનવાર ઝગડો કરી મારકૂટ કરતો હતો. પતિના ત્રાસથી પિયર જતી રહેલ પત્નીને માફી માંગી તેડી લાવી રાત્રીના સમયે ઓઢણી વડે ગળે ટુંપો દઈ પત્નીને મોત ને ઘાટ ઉતારી હતી.પત્નિની હત્યા કરનાર મૂળજી ચીમનભાઈ વણકર હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો. ઘટનાને લઈ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. બનાવનો કેસ ચાલી જતા નામદાર કોર્ટે જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ, જેબી પુરાની અને આર.એસ. પરમાર જેઓની દલીલો ધ્યાને લઈને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ ડીપી ગોહિલ સાહેબ નાઓએ આ કામના આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારી છે. એમ જિલ્લા સરકારી વકીલ જેબી પુરાણીએ જણાવ્યું હતું