લીલાં ગાંજાની ખેતી કરનાર ત્રણ શખ્સોને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામના રમણ રણછોડ નાયકા,શંકર રણછોડ નાયકા અને સુરસિંગ ખાતર નાયકાને 20 વર્ષ સખત કેદ સહિત દરેકને એક એક લાખનો દંડ ફટકાર્યો છે. નવેમ્બર 2021માં ઝોઝ પોલીસે મીઠીબોર ગામમાંથી લીલાં ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલાં ગાંજાની ત્રણ શખ્સોએ પોતાના ખેતરમાં ખેતી કરી હતી.પોલીસે ત્રણેયના ખેતરમાંથી 70.86 લાખના ગાંજાના છોડ ઝડપ્યા હતા. સાથે લીલાં ગાંજાની ખેતી કરનાર ત્રણેય શખ્સોની પણ પોલીસે અટકાયત કરી હતી.છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સમાજમાં દાખલો બેસાડતો કોર્ટે ચુકાદો આપ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

