છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી દીકરીએ કોલ કરેલ હેલ્પલાઇનની ટીમ દીકરીની મદદે પોહચી હતી. જણાવેલ માહિતી મુજબ દીકરી તેમનાં માતાપિતા અને ભાઈ બહેન સાથે રહે તેમના માતા ખેતી કામ કરે છે. પિતા કોઈ કામધંધો કરતા નથી. ઘરની જવબદારીઓ માતા પૂરી કરે છે. માતાને ખેતીમાં અને ઘરના કામમાં મદદ કરતી દીકરી અભ્યાસ કરે છે.
માતા અને દીકરી સાથે પિતા કાયમ ઝગડો કરી અપશબ્દો બોલતા હતા. ઘરની બહાર ના નીકળવું બહારથી કોઈપણ કુટુંબના સભ્યોએ આવવું નહિ. નાની નાની બાબતમાં કાયમ ઝગડો કરતા પિતા ઘરની જવાબદારી ઉપાડતા ના હોય અને કાયમ ઝગડો કરતા હતા. બંને પક્ષનું કાઉન્સિલિંગ કરતા પરિવારના સભ્યો સાથે સારું વર્તન કરવું કાયદાકીય સમજ આપેલ સારો સંબંધ રાખવા સમજ આપી હતી.
પિતાએ માફી માગી બીજી વાર ભૂલ ન થાય તેની ખાતરી આપેલ હતી. ખેતીમાં પત્ની અને બાળકોને મદદ કરવાની સમજ આપી હતી. એક પિતા અને પતિ તરીકેની ફરજ અને જવાબદારીની સમજ આપતા પિતાને સમજાવવામાં આવ્યું હતું કે, દીકરી તથા તેમની માતાને અપશબ્દો ન બોલે તેમજ પિતાને જવાબદારીનું ભાન કરાવતા તથા હવે પછી અપશબ્દો નહીં બોલે તેમ તેઓ ખાતરી આપતાં તેમની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

