ખેડા જિલ્લામાં આવેલા વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઉજવાઈ રહ્યો છે. જેમાં ભગવાનને રોજ કેસર સ્નાન કરાવવામાં આવે છે. આ કેસર સ્નાન માટે દેશની અલગ અલગ નદીઓમાંથી પાણી એકત્ર કરી અને વડતાલ ધામ ખાતે લાવવામાં આવ્યું છે. જેમાં 200 કરતા પણ વધારે નદીઓના જળથી ભગવાનને સ્નના કરવામાં આવી રહ્યું છે.
વડતાલધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાલમાં લાખોની સંખ્યામાં હરિભક્તો અને મુલાકાતીઓ આવી રહ્યા છે, ત્યારે વડતાલ ધામમાં બિરાજમાન દેવોને વિશેષ પૂજા અર્પણ કરવામાં આવી રહી છે. વડતાલ ધામમાં બિરાજતા દેવોને દેશની અલગ અલગ નદીઓના જળથી સ્નાન કરાવવામાં આવે છે. પવિત્ર નદીઓના જળમાં કેસર ઘોળી ભગવાનને રોજ સ્નાન કરાવવામાં આવે છે. જેમાં સૌથી વધારે મધ્ય પ્રદેશની 46 નદીઓના જળ લાવવામાં આવ્યા છે. ભગવાનને રોજનું 850 ગ્રામ કેસર નદીના જળમાં ઘોળી સ્નાન કરાવવામાં આવે છે.
દેશના 12 રાજ્યમાંથી 200થી વધુ નદીના જળ લવાયા રાજય સંખ્યા મધ્ય પ્રદેશ 46 ઉતર પ્રદેશ 28 બંગાળ 24 બિહાર 22 ઓડીસા 0 9 આંધ્રપ્રદેશ 11 તમિલનાડુ 17 ઉત્તરાખંડ 14 આસામ 14 ગુજરાત 40 વધું દોઢ મહિનાની મહેનત બાદ નદીના પાણી એકત્ર કર્યા વડતાલ ધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ 200 કરતા પણ વધારે નદીઓના પાણી લાવવમાં આવ્યા છે. જેમાં સ્વામીનારાયણ મંદિરના સંત ધર્મજીવન સ્વામી અને અવધ્ય સ્વામી દ્વારા દોઢ મહિનો ભારતયાત્રા કરી અને આ 200 થી વધારે નદીઓના જળ એકત્ર કરી અને વડતાલ ખાતે લાવવામાં આવ્યું હતું.