Gujarat

કમળા ચોકડીથી મહેમદાવાદનું અંતર 46 કિ.મી. દર્શાવી બુધ્ધિનું પ્રદર્શન કર્યું, અંતે ભૂલ સુધારી

નડિયાદના કમળા પાસે તંત્ર દ્વારા દિશાસૂચક નવા બોર્ડ મારવામાં આવ્યા છે. જો કે તંત્ર દ્વારા કમળાથી ચારેય બાજુ જતા ગામ અને તેના કિલોમીટર દર્શાવવામાં આવ્યા છે. ત્યારે કમળા થી મહેમદાવાદ તંત્ર દ્વારા 46 કિ.મી દર્શાવી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે ખરેખર તે કિ.મી ખોટા છે ત્યારે સાચા 16 કિ.મી થાય છે.

નડિયાદના કમળા ચોકડી પાસે તંત્ર દ્વારા નવા બોર્ડ મારવામાં આવ્યા છે. જેમાં કમળા ચોકડી થી મહેમદાવાદ, કમળા ચોકડી થી કપડવંજ અને કમળા ચોકડી થી નડિયાદ શહેરમાંજવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા દિશાસૂચક બોર્ડમાં લખવામાં આવેલા કિલોમીટરમાં વિસંગતતા જોવા મળી છે.

જેમાં કમળા ચોકડી થી મહેમદાવાદ-46 કિ. મી દર્શાવી તંત્રએ બુધ્ધિની પ્રદર્શન કર્યું હોવાના આક્ષેપો નાગરિકોએ કર્યા હતા. આ બાદ પ્રબુધ્ધ નાગરિકોએ આ બોર્ડના ફોટો સોશિયલ સાઈટ પર શેર કરી તંત્રની ભૂલ દર્શાવી હતી. જેની ગણતરીની મિનિટમાં તંત્ર દ્વારા કિલોમીટર પર કાગળ ચોટાડી દેવામાં આવ્યો હતો. આમ તંત્રની નાની ભૂલ હાલ સોશિયલ મીડિયા પર હાસ્ય પાત્ર બની છે. ત્યારે તંત્ર દ્વારા દિશાસૂચક બોર્ડ પર ફરીથી સાચા કિલોમીટર દર્શાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.