Gujarat

છોટાઉદેપુરની ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યાના ગુનાના આરોપીને  આજીવન કેદની સજા ફટકારી છે

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરની ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યાના ગુનાના આરોપીને  આજીવન કેદની સજા ફટકારી છે.
છોટાઉદેપુરના અત્રોલી ગામના રેશમા બજુ રાઠવાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ગત 13જૂન 2020માં આ ઘટના બની હતી. દાવાની રકમની અદાવત રાખી આરોપી રેશમા રાઠવાએ ગામનાજ જગદીશ પાર્સિંગ રાઠવાને પાવડો મારી હત્યા કરી હતી. મરનારના ભાઈની ફરિયાદને લઈ રંગપુર પોલીસે આરોપી રેશમા રાઠવાની  ધરપકડ કરી હતી. ધરપકડ થઈ ત્યારથી રેશમા રાઠવા જેલમાં બંધ છે. આજીવન કેદની સજા સાથે કોર્ટે રૂ.10,000 નો દંડ પણ ફટકાર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર