Gujarat

૧૩૮-જેતપુર પાવી મતવિસ્તારના ધારાસભ્ય  જયંતિભાઈ  રાઠવા ના પ્રયાસોથી ૨૦.૫૦ કરોડના ખર્ચે ૮- રસ્તાઓની મંજુરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી, વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી

છોટાઉદેપુર જિલ્લાના ૧૩૮-જેતપુર પાવી મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના પ્રયાસોથી ૨૦.૫૦ કરોડના ખર્ચે ૮- રસ્તાઓની મંજુરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે. 138 જેતપુર પાવી વિધાન સભાના ઘારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને નવીન રસ્તાઓ બનાવવા માટે રજુઆત કરી હતી. જે રજુઆત ના પગલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 8 રસ્તાઓની મંજૂરી આપવામાં આવી છે. 138 જેતપુર પાવી વિઘાનસભામાં આવતા ગામો જેવા કે
1)કવાંટ- રાજાવાંટ એ.રોડ
2)કવાંટ- ખરમડા કાટકાવાંટ નળવાંટરોડ.
3)કવાંટ- નવાલજા આમસોટા રોડ.
4) કવાંટ-નાની ચીખલી પલાસકુવા રોડ.
5) કવાંટ-ધનીવાડા ધનીવાડી પીપલદા બૈડીયા ભુમસવાડા રોડ.
6)જેતપુર પાવી- ભીંડોલ સાડલી નાની આમરોલ જાબ કવરા રોડ.
7) જેતપુર પાવી- ભેંસાવહી અંબાડી બારાવાડ રોડ.
8) જેતપુર પાવી- ચીમલી પ્રતાપપુરા રોડ. આ રસ્તાઓની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ મજૂરીને લઈને ઘારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આ બાબતે આભાર પણ માન્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર