છોટાઉદેપુરના તેજગઢમાં આવેલ ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર દ્વારા સંચાલિત આદિવાસી એકેડેમીની મુલાકાત છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચીનકુમાર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અચાનક તેજગઢમાં આવેલ આદિવાસી એકેડેમીની મુલાકાત કરી હતી. જેમાં જિલ્લા કલેકટરે આદિવાસી એકેડેમીમાં ચાલતી અલગ અલગ પ્રવૃત્તિઓની ચકાસણી કરી હતી. સાથે જિલ્લા કલેકટરે સ્થાનિક બોલીની અંદર શિક્ષકોના વર્કશોપ થાય તેના ઉપર પણ ભાર મૂક્યો હતો. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ મુલાકાતની અંદર ઉપસ્થિત આદિવાસી એકેડેમીના પી.આર.ઓ નગીનભાઈ રાઠવા, તેજગઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રાઠવા અને જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.