Gujarat

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભૂતિયા શિક્ષકો બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારી તપાસનો ધમધમાટ શરૂ

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભૂતિયા શિક્ષકો બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારી તપાસનો ધમધમાટ શરૂ કરતા શિક્ષકોને નોટિસ આપી કડક કાર્યવાહી હાથ ધરતા 4 ભૂતિયા શિક્ષકોને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. જયારે વિદેશમાં રહેતી એક શિક્ષિકાએ આપ્યું રાજીનામુ. જિલ્લા શિક્ષણ અધિકારીના આ સપાટાથી શિક્ષણ આલમમાં ફફળાટ
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ભૂતિયા શિક્ષકો નોકરી ઉપર ગેરહાજર રહી દેશ અને વિદેશમાં ફરતા શિક્ષકો સામે ગાંધીનગરના અધિકારીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને કડક કાર્યવાહી કરવાના આદેશ અપાતા છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી નોકરીમાં નામ ચાલુ હોવા છતાંય સરકારની આંખમાં ધૂળ જોખીને દેશ અને વિદેશમાં જઈ નાગરિકતા મેળવી લેહરપટ્ટા કરીને શિક્ષિત બેરોજગારોનો હક મારીને ફરતા આવા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવની સૂચનાથી છોટાઉદેપુર જિલ્લાના 4 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં 1.પટેલ હેતલબેન મહેન્દ્ર ભાઈ, લેવડ પ્રા.શાળા. તા.બોડેલી 2.શાહ જાગૃતિ બેન ગોપાલદાસ, કુંડી નર્મદા વસાહત પ્રા.શાળા તા.બોડેલી 3.પટેલ આકાશ કુમાર મહેન્દ્ર ભાઈ, બરોલી પ્રા.શાળા. તા નસવાડી 4.પટેલ ભાવનાબેન જેન્તીભાઇ, ઈંટવાળા વર્ગ પ્રાથમિક શાળા તા. છોટાઉદેપુર આમ 4 શિક્ષકો ઉપર સસ્પેન્ડની કતાર ફેરવામાં આવી છે. જયારે કલેડિયા પ્રા.શાળામાં ફરજ બજાવતી હાલ વિદેશમાં રહેતી પંચાલ સ્વાતિ બેન અનિલકુમાર શિક્ષિકાએ રાજીનામું આપ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહીથી જિલ્લાના શિક્ષકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
 વર્જન : જે કે પરમાર_જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે શાળા ઉપર જતા ન હતા. જેને લઇ 4 શિક્ષકોને સસ્પેંન્ડ કર્યા છે. જયારે અન્ય શિક્ષકો સામે આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર