Gujarat

જામનગરની જીજી હોસ્પિટલની લોબી અને વોર્ડમાં શ્વાનના આંટાફેરા, 15 દિવસ પહેલા તો ઓપરેશન થિયેટર સુધી શ્વાન પહોંચ્યો હતો

જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાન અને રખડતા ઢોરના આંટાફેરા જાણે સામાન્ય બન્યા હોય તેવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રહે છે. પંદર દિવસ પહેલા જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં આવેલા ઓપરેશન થિયેટરમાં એક શ્વાન ઘૂસી ગયાનો વીડિયો વાઈરલ થતા સિક્યુરિટીને લઈ સવાલો ઉઠ્યા હતા.

જે તે સમયે સિક્યુરિટી ગાર્ડનો એક દિવસનો પગાર કાપી કાર્યવાહી કરાયાનો સંતોષ માની લેવાયો હતો. જો કે, આ ઘટનાના પંદર દિવસમાં જ ફરી હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાનો વીડિયો વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે.

હોસ્પિટલની લોબી અને વોર્ડમાં શ્વાનના આંટાફેરા

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી એકવાર શ્વાન ઘૂસી આવ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં હોસ્પિટલની બેથી ત્રણ શ્વાન લોબીમાં ફરી રહ્યા છે. જ્યારે એક શ્વાન તો દર્દીના બેડ નીચે આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે.