ગણેશ ચતુર્થી બાદ 5મા અને 7મા દિવસે ભક્તો દ્વારા ગણેશ વિસર્જન થાય છે અને બાદ 10મા દિવસે વિસર્જન થાય છે. ડભોઇ પાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું વિશેષ આયોજન કરાયું હોવા છતાં કેટલાક ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા કેનાલમાં કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક પ્રતિમાઓ બહાર જ જોવા મળી હતી.
ત્યારે કેટલાક ભક્તો દ્વારા પ્રતિમાઓને બહાર કાઢી વિધિવત રીતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું. આવી 4 જેટલી પ્રતિમાઓનું પુનઃ વિસર્જન કરી ગરિમાને જાળવવામાં આવી હતી. ગણેશ વિસર્જન હિન્દુ શાસ્ત્રો અનુસાર શુદ્ધ પાણીમાં થાય છે, પરંતુ કેટલાક ભક્તો દ્વારા ડભોઇ નર્મદા કેનાલ કે જ્યાં પાણીનું વહેણ અચોક્કસ હોય છે અને પ્રતિમાઓ બહાર દેખાય, ખંડિત થાય તે રીતે વિસર્જન કરાયું હતું.
ત્યારે કોઇની લાગણી ના દુભાય તે હેતુ સાથે ડભોઇ નગરના ગણેશ ભક્ત યુવકો દ્વારા કેનાલમાંથી શ્રીજીની પ્રતિમાઓ બહાર કાઢી તેનું વિધિવત રીતે ડભોઇ નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું. આ રીતે તેમણે ગરિમા જાળવી માનવતાની મહેક ફેલાવી હતી.

