ગ્રામ પંચાયતના કાયમીક અને હંગામી કર્મચારીઓના 5 થી 7 મહિનાના પગાર ચડી ગયા, પગાર નહીં કરવામાં આવે તો હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી..
બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો પગાર નહીં થતા કર્મચારીઓએ ઢોલ વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કર્યો રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ કે જેઓ કાયમી અને હંગામી છે તેઓના પાંચ થી સાત મહિનાનો પગાર બાકી હોવાથી આ કર્મચારીઓ પગારની માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારે સૂત્રોચાર સાથે આ કર્મચારીઓએ રાણપુર શહેરના જાહેર માર્ગ ઉપર ઢોલ વગાડીને પગાર આપવાની માંગ સાથે રેલી યોજી હતી આ રેલી રાણપુર શહેરના અનેક વિસ્તારોમાં અને જાહેર માર્ગો ઉપર ફરી હતી જેમાં રાણપુર ગ્રામ પંચાયતના 25 કરતાં વધારે કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા. આગામી દિવસોમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પાંચથી સાત મહિનાનો પગાર બાકી હોય ત્યારે આ તહેવાર પહેલા આ કર્મચારીઓ પગારની માંગ સાથે રેલી યોજીને રાણપુર ગ્રામ પંચાયત પાસે પગારની માંગ કરી રહ્યા છે જ્યારે પાણી વિભાગ,સફાઈ,સ્ટ્રીટ લાઈટ,પટાવાળા અને ડ્રાઇવર સહિત કાયમીક અને હંગામી 25 કરતાં વધારે કર્મચારીઓએ રેલી યોજી હતી અને ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં જો પગાર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલન તેમજ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

થતો નથી:સરપંચ,રાણપુર ગ્રામ પંચાયત
આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી રાણપુર ગામના લોકો સમયસર હાઉટેક્સ ભરતા ન હોવાથી રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પગાર ટાઈમ સર કરી શકતા નથી.રાણપુર ગ્રામ પંચાયતમાં બીજી કોઈ આવક નથી અને ગ્રામ પંચાયતમાં પગાર માટે કોઈ ગ્રાન્ટ પણ આવતી નથી તેથી રાણપુર ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓનો પગાર જે હાઉટેક્સ વસુલવામાં આવે છે તેના દ્વારા જ પગાર આપવામાં આવે છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી લોકો હાઉટેક્સ ભરતા નથી જેના કારણે આ કર્મચારીઓના 5 થી 7 પગાર ચડી ગયેલ છે.આગામી દિવસોમાં જે લોકોને આ હાઉટેક્સ બાકી છે તેવા લોકો ઉપર રાણપુર ગ્રામ પંચાયત કડક કાર્યવાહી કરી હાઉટેક્સ વસુલ કરી જે કર્મચારીઓના પગાર બાકી છે તેઓનો પગાર કરી દેવામાં આવશે
ગ્રામ પંચાયત અમને પગાર નથી આપતી તો અમારે ઘર કેવી રીતે ચલાવુ: પ્રકાશભાઈ,કર્મચારી ગ્રામ પંચાયત રાણપુર
આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારી પ્રકાશભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાણપુર ગામના લોકો કે જે પોતાની મિલકતોનો હાઉટેક્સ ભરતા નથી એટલે અમારો પગાર થતો નથી થોડા દિવસમાં સાતમ-આઠમનો તહેવાર આવે છે અમારે પણ પરીવાર છે અમારે પણ ઘરના ખર્ચા હોય 5 થી 7 પગાર અમારા ચડી ગયા છે પંચાયત પગાર અમને આપતી નથી અમે પગાર માંગવી તો અમને એવું કહે છે કે હાઉટેક્સ નથી આવતો એટલે તમારો પગાર કેમ કરવી તો અમે લોકોને કેવી છી કે ગ્રામ પંચાયતનો જે આ હાઉટેક્સ બાકી હોય તે લોકો ઝડપથી ભરે તો અમારો પગાર ટાઈમ સર થાય.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર

