Gujarat

વંથલીના આખા ગામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તાલુકા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ 

મામલતદારના હસ્તે કરાયું ધ્વજવંદન 
આન-બાન-શાન સાથે કરાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામે વંથલી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 78 માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વંથલી મામલતદાર એ.જે ગોહિલ ના વરદહસ્તે ધ્વજવંદન કરાયું છે. આ તકે પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ,તાલુકા હેલ્થ ઓફિસર કેતન પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ હુંબલ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ જુનાગઢ જિલ્લા પ્રમુખ મેહુલભાઈ જાની સહિત અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો અને  સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્કૂલના બાળકો દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.વધુમાં કાર્યક્રમના અંતે  આખા મોટા કાજલીયાળા અને સાંતલપુર ગામને ટીબી મૂકત પ્રમાણપત્ર મામલતદારના હસ્તે એનાયત કરાયું હતું. એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી