ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામ માં ડેન્ગ્યુ તાવ ના કેસ સામે આવતા જ આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલીક અસરથી પગલાં લેવાયા હતા જેમાં ઘંટીયા ગામ ના તમામ ઘરો ની મુલાકાત લઈ વાહક જન્ય રોગચાળા અટકાયતી પગલાં હાથ ધરવામાં આવ્યા હતા તેમજ લોકો ને આરોગ્ય લક્ષી શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું
ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ઘંટીયા ગામે રહેતા આરતીબેન ધીરુ ભાઈ ને તાવ આવતા પ્રાથમિક સારવાર લીધી હતી અચાનક તબિયત વધુ બગડતા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખસેડાયા હતાં ત્યાના ડોક્ટર દ્વારા તપાસ કરતા ડેન્ગ્યુ તાવ હોવાનું સામે આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ના ડોકટરો દ્વારા ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય ટીમ ને જાણ કરવામાં આવી હતી જેથી જિલ્લા આરોગ્ય ટીમ ગીર સોમનાથ સત્વરે આરતી બેન ના ઘર ની મુલાકાત લઈ યોગ્ય સલાહ સૂચનો આપી ડેન્ગ્યુ થી બચવા નો ઉપાયો જણાવી ઘંટીયા ગામ ના તમામ ઘરો ની મુલાકાત કરી પોરાં નાશક કામગીરી દવા છંટકાવ ની કામગીરી તેમજ તમામ ને યોગ્ય માર્ગદર્શન આપી હતી તેમજ પ્રી મોન્સુન કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

