છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનમાં સતત ચાર વર્ષ સુધી ફરજ બજાવતા પીએસઆઇ નીરવભાઈ ભુરીયા ની બદલી મહીસાગર જિલ્લામાં થતા આજે તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો પોલીસ કર્મચારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી વિસ્તારમાં તેઓએ ફરજ બજાવી હતી. તેઓની બદલી થતાં વરઘોડો કાઢી વિદાય આપવામાં આવી હતી.

