Gujarat

દાઉદી વ્હોરા સમાજ દ્વારા એસ એન કૉલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની  ફાઇનલ મેચ યોજાઈ.

દાઉદી વ્હોરા સમાજ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ એસ એન કૉલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું. તા 11 ફેબ્રઆરીથી થી શરૂ થયેલી ટુર્નામેન્ટ માં 16 જેટલી ટીમો એ ભાગ લીધો હતો. આજરોજ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે સેમી ફાઇનલ મેચ તેમન ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં હોનેસ્ટ ઇન્ડીયા છોટા ઉદેપુર તેમજ ડાયમંડ ઇલેવન કુક્ષી વચ્ચે ફાયનલ મેચ રમાઇ હતી. વિજેતા ટીમને રૂપિયા 27 હજાર રોકડ રકમ સહીત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સેમી ફાઇનલ તેમજ ફાયનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા . રમનાર ટીમોને પ્રોત્સાહિત કરવા છોટાઉદેપુરના નાયબ કલેકટર, જનાબ આમિલ સાહેબ, પુર્વ નગર પાલિકા સદસ્યો સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

20240215_233713.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *