રૂ.1 લાખથી વધુનો દંડ ફટકારી રકમ વસુલી..
ગીરગઢડાના જુના ઉગલા ગામે ત્રણ શખસો એ સસલાનો શિકાર કરી રહેણાક મકાનમાં કટિંગ કરતા હોવાની ચોક્કસ બાતમી આધારે વન વિભાગની ટીમ શખ્સના રહેણાક મકાનમાં ત્રાટકયા હતાં. અને ત્રણેયને રંગેહાથે સસલાનું માંસ કાઢતા હોય હથિયાર સાથે વનવિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર(પુર્વ)વન વિભાગ ઘારી હેઠળની જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળની જસાધાર રાઉન્ડની ઘોકડવા રેવન્યુ બીટ હેઠળ આવેલ જુના ઉગલા રેવન્યુ ગામ પ્લોટ વિસ્તારમાં સામતભાઇ બચુભાઇ રાઠોડના રહેણાંક મકાનમાં વન્યજીવ સસલા એકનો શિકાર કરી સસલાનું માંસ રાખેલ છે.
જે અંગેની બાતમી વનવિભાગને મળતા રાજદિપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક ઘારી તથા એમ.આર.ઓડેદરા, મદદનિશ વન સંરક્ષક ઉનાના સીઘા માર્ગદર્શન હેઠળ એલ. બી. ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર દ્રારા વી. આર. ચાવડા, વનપાલ જસાધાર, આર.બી.વાળા, વનપાલ તુલશીશ્યામ આર.એસ.સારલા, ફો.ગાર્ડ એન.આર.જોગાણી ફો.ગાર્ડ ખજુરી વર્ષાબેન ખરાડી ફોરેસ્ટ ગાર્ડને સાથે રાખી તાત્કાલીક સ્થળ પર પહોચી ગયા હતા.
અને સ્થળ તપાસ કરતા જુના ઉગલા ગામે સામત બચુ રાઠોડ, ભરત જેરામ શિયાળ રહે. જુનાઉગલા, નાગ દિપુ સોલંકી રહે. આંબલીયાળા તા.ખાંભા વાળા આ ત્રણેય શખ્સો એ રહેણાંક મકાનમાં શિકાર કરી લાવેલ હતા. અને આ સસલાને છરી, કુહાડા, દાતરડા વડે કાપી સસલાનું માંસ કાઢતા રંગેહાથે ઝડપી લીધા હતા. અને આ ત્રણેય શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ ઘારા-1972 હેઠળ ઘોરણસર ગુન્હો નોંઘી એડવાન્સ રીકવરી પેટે રૂા.1,05,000 દંડની રકમ વસુલી ત્રણેય આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવેલ છે..

