Gujarat

હિમાલયીન ધ્યાનયોગ પરિવાર દ્વારા મોટા ઝિંઝુડા પ્રાથમિક શાળામાં બાળકોને ધ્યાનની સમજણ આપવામાં આવી

હિમાલયીન ધ્યાનયોગના પ્રણેતા સદગુરુ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત હિમાલયીન ધ્યાનયોગ સંસ્કાર એ અનુભૂતિ પર આધારિત સરળ ધ્યાન પદ્ધતિ છે બાળકોને જો નાનપણથી જ ધ્યાન કરાવવામાં આવે તો અદભુત પરિણામો જોવા મળે. નિયમિત ધ્યાન દ્વારા એકાગ્રતા ,માનસિક અને બૌદ્ધિક ક્ષમતામાં સકારાત્મક ફેરફાર , નિર્ણય લેવાની ક્ષમતા વગેરે પ્રાપ્ત થઈ શકે છે. આજના વિદ્યાર્થીઓ ભવિષ્યના ઉત્તમ નાગરિક બને એ ઉદ્દેશથી બાળકોનાં કાર્ય સાથે જોડાયેલ છે. આના માટે બાલ સંસ્કાર શિબિરો, સમર કેમ્પ, બાળ વિકાસ કેન્દ્રો અને સ્કૂલોમાં ટોકનું આયોજન કરવામાં આવે છે.
સાવરકુંડલા તાલુકાના મોટા ઝિંજુડામા પ્રાથમિક શાળામાં હિમાલયીન ધ્યાનયોગ પરિવાર – સાવરકુંડલા તરફથી યોગેશભાઈ લશ્કરી, પુનમબેન પંડ્યા અને માધુરીબેન મસરાણી દ્વારા તારીખ ૨૧ ઓગસ્ટના રોજ ઓરા એટલે શું? ઓરાનો પ્રયોગ, ધ્યાન અને નિયમિત ધ્યાન કરવાથી થતા ફાયદા વિશે માહિતી આપી ધ્યાન કરાવ્યું હતું..આ તકે મોટા ઝિંઝુડા ગામના સરપંચ પંકજ ઉનાવાએ ત્યાં હાજરી આપી હતી અને આ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો..
બિપીન પાંધી