Gujarat

ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં પ્રથમ વાર છલકાયો

જ્યા એવોર્ડ વિનિંગ ફિલ્મ મધર ઇન્ડિયાનું શુટિંગ થયું હતું. એવો મહુવા તાલુકાના ઉમરા ગમનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ આજે સિઝનમાં પ્રથમ વાર છલકાયો હતો. ડેમ ના ઉપરવાસ ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થતાં અંબિકા નદીમાં ભરપૂર પાણી ની આવક થઈ હતી.

જેને લઈ અંબિકા નદી પર બનાવવામાં આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો. ડેમ ઓવરફ્લો થતા ડેમ પરથી પડતા પાણી ન કારણે આહલાદક દ્રશ્ય સર્જાયા હતા અને જેને દર્શ માળવા સેહલાણીઓ ઉમટી પડ્યા હતા.

તસવીર- હરેન્દ્રસિંહ બારડ ડેમ સંપૂર્ણ ભરાય જતા નદી કિનારે આવેલ ઉમરા, વહેવલ સહિત ના અનેક ગામો ને આઠ માસ સુધી ખેતીના સિંચાઈ માટેનું પાણી મળી રહેશે તો બીજી તરફ નદી કિનારે વસતા પશુ પાલકો પણ પોતાના પશુધન ને પાણી પીવડાવી શકશે.