Gujarat

નાગ પાંચમ નો પવિત્ર તહેવાર ગોગા મહારાજ મંદિર પરિસરમાં હોમ હવન સાથે મેળાઓ યોજાશે

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

નાગ પાંચમ નો પવિત્ર તહેવાર ગોગા મહારાજ મંદિર પરિસરમાં હોમ હવન સાથે મેળાઓ યોજાશે

*હારીજ પાલિકા, પોલીસ સ્ટેશન સ્ટાફ અને સ્થાનિક રહીશો તથા શહેરીજનોના સહયોગથી દર વર્ષ નાગ પાંચમના દિવસે યજ્ઞનું આયોજન..*

સમગ્ર ગુજરાતમાં નાગ પાંચમ નો પવિત્ર તહેવાર થી લઈને આઠમ સુધી શ્રી કૃષ્ણના પવિત્ર તહેવાર નિમિત્તે મંદિરો માં વિશેષ ઉજવણીઓ થઈ રહી છે.ત્યારે પાટણ જિલ્લામાં પણ ઠેર ઠેર નાગ પાંચમને લઇને ગોગા મહારાજના મંદિર પરિસરમાં હોમ હવન સાથે મેળાઓ યોજાશે.ત્યારે હારીજ શહેર ના ગોગ મહારાજના મંદિરોમાં હોમ હવન સાથે દર્શનાર્થી દર્શન કરવા મોટી સંખ્યામાં જોવા મળે છે.શહેરના વોટર વર્કસ માં આવેલ ગોગા મહારાજના મંદિરે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં હારીજ નગરપાલિકા સ્ટાફ પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ આજુબાજુના રહેશો તથા શહેરીજનો ના સહયોગથી દર વર્ષ નાગ પાંચમના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.આ યજ્ઞમાં યજમાન તરીકે મુકેશભાઈ ઠક્કર એ લાભ લીધો હતો.અને સાંજે શ્રીફળ હોમ થયા પછી ભોજન પ્રસાદ પણ રાખવામાં આવે છે.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો.

આ યજ્ઞના આયોજન ભરતભાઈ ઠાકોર વકીલ જમણપુર વાળા વિનોદ ઠાકર, લાલજી મહેતા મહેન્દ્રગીરી ગૌસ્વામી વિનોદ પ્રજાપતિ જેઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

IMG-20240825-WA0035-2.jpg IMG-20240825-WA0036-1.jpg IMG-20240825-WA0034-0.jpg