Gujarat

પતિ-પત્નીએ વીજ કર્મચારીઓને ગાળો ભાંડી ભગાડી દીધા

જામનગરના રાજપાર્ક નજીક સોસાયટીમાં રહેતા એક વીજ ગ્રાહક વીજબીલના બાકી લેણી રકમ ભરતો ન હોય વસૂલવા માટે વીજ કર્મચારીઓ ગયા ત્યારે તેમની ફરજમાં રૂકાવટ કરી બેફામ ગાળો આપી ભગાડી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના પીજીવીસીએલના દરબારગઢ પેટા વિભાગની કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કોમલબેન આર. ચંદારાણા તેમજ જુનિયર આસિસ્ટન્ટ ડી. સી. બકરાણીયા અને આસિસ્ટન્ટ લાઈનમેન ડી.ડી. ચંદ્રપાલ વગેરે રાજપાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્ક વિસ્તારમાં વીજબિલના બાકી રોકાતા નાણાંની વસુલાત અર્થે તેમ જ ડીશ કનેક્ટની કાર્યવાહી માટે ગયા હતા.

દરમિયાન ભરત વારા અને તેના પત્નીએ બેફામ વાણી વિલાસ કરી વીજ અધિકારી અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી અને વિજ જોડાણ કટ કરવા દીધું ન હતું, તેમજ વીજ બિલના નાણા પણ ભરપાઈ કર્યા ન હતા.

જેથી વીજ ટુકડી ત્યાંથી પરત ફરી હતી, અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને જાણ કર્યા પછી સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કોમલબેન ચંદારાણા દ્વારા પોતાની તેમજ પોતાના સાથે ના સ્ટાફ ની ફરજ માં રૂકાવટ કરવા અંગે તેમ જ અભદ્ર વાણી વિલાસ કરવા અંગે ભરત જયેન્દ્રભાઈ વારા સામે લેખિતમાં ફરિયાદ અરજી આપી છે. જે અરજીના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.