Gujarat

કલચુરી એ ૬ઠ્ઠી થી ૭મી શતાબ્દી દરમિયાન મધ્ય-પશ્ચિમી ભારત પર રાજ કરનાર એક ક્ષત્રિય વંશ હતો, તેઓને હૈહય તરિકે પણ ઓળખવામાં આવે છે.

કલચૂરી વઁશ નો ઉદભવ, અને ઇતિહાસ લેખિકા Mansi Desai Shastri

કલચુરી એ ૬ઠ્ઠી થી ૭મી શતાબ્દી દરમિયાન મધ્ય-પશ્ચિમી ભારત પર રાજ કરનાર એક ક્ષત્રિય વંશ હતો, તેઓને હૈહય તરિકે પણ ઓળખવામાં આવે છે.

કલચુરીઓના શાસન અંતર્ગત વર્તમાન ભારતના ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોનો પ્રદેશ રહેલો હતો. તેઓની રાજધાની માહિષ્મતિ હતી. પ્રાપ્ત માહિતીઓ મુજબ ઈલોરા અને એલિફન્ટાઓની ગુફાઓનું નિર્માણ સૌપ્રથમવાર કલચુરીઓના રાજમાં જ થયું હતું.

કલચુરીઓની ઉત્પતી વિશે ખાસ કોઈ માહિતી પ્રાપ્ત નથી. ૬ઠ્ઠી શતાબ્દીમાં કલચુરીઓએ મેળવેલા પ્રદેશો પહેલાં ગુપ્ત, વિષ્ણુકુંડિન અને વાકાટક સામ્રાજ્યાધિન પ્રદેશો હતો. શિલાલેખો અને અન્ય પ્રાચિન અભિલેખોમાં માત્ર ત્રણ કલચુરી રાજાઓ વિશે જ માહિતી મળે છે; કૃષ્ણરાજ, શંકરગણ, બુદ્ધરાજ. ૭મી સદી દરમિયાન દક્ષિણમાં ચાલુક્યોનો પ્રભાવ વધી રહ્યો હતો, આ પ્રભાવ હેઠળ કલચુરી શાસન પણ ચાલુક્યો સામે નબળુ પડી ગયો હતું, જેના પરિણામે ઉતર કલચુરીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા; ત્રિપુરી કલચુરીઓ અને કલ્યાણીના કલચુરીઓ.

કલચુરી અભિલેખો અનુસાર, કલચુરીઓનું ઉજ્જૈનિ, વિદિશા અને આનંદપુરા પર નિયંત્રણ હતું. તેમની રાજધાની માળવા પ્રદેશમાં નર્મદા નદીના કાંઠે આવેલી માહિષ્મતિ હતી.

તેઓ એ વકાતક અને વિષ્ણુકુંડિણ વંશો બાદ વિદર્ભ પ્રદેશ પર પણ શાશન કર્યું હતું.

વધારામાં, તેઓ એ ત્રૈકુટક વંશને હટાવી મધ્ય ૬ઠ્ઠી શતાબ્દી દરમિયાન ઉત્તરી કોંકણ પ્રદેશ પર પણ શાસન ચલાવ્યું હતું.

કલચુરી સામ્રાજ્ય’ નામ 10મી-12મી સદી ના રજવંશો ઉપરાંત બે રાજ્યો માટે વાપરવામાં આવ્યું, એક જેમને મધ્ય ભારત અને રાજસ્થાન પર રાજ કર્યું. જેમને છેદી અને હૈહય પણ કહેવાય છે. અને બીજું દક્ષિણી કલચુરી, જેનમે કર્ણાટક ભાગ પર રાજ કર્યું, તેમને ત્રિકુટા-આભીર ના વંશજ મનાય છે.

રાજા ઇશ્વરસેન એ (248 AD)માં નવા યુગની સ્થાપના કરી હતી જેને કલચુરી-છેદી યુગ કહેવામાં આવ્યું હતું.

મહારાજ ઇશ્વરસેન અભીરા સામ્રાજ્યના સંસ્થાપક પણ હતા. તેમને અને તેમના વંશજોએ દકકનમાં વિશાળ રાજ્ય પર રાજ કર્યું હતું એવું મનાય છે.

ગંગા રામ ગર્ગના જણાવ્યા મુજબ આધુનિક સમયમાં આહીર જાતિ અભીરા લોકોના વંશજ છે અને આહીર શબ્દ સંસ્કૃત શબ્દ અભીરાનો પ્રકૃતિ સ્વરૂપ છે. ભટ્ટાચાર્ય કહે છે કે આહીર, અહાર અને ગૌલી શબ્દ અભીરા શબ્દના વર્તમાન સ્વરૂપ છે

કલચુરી એ ભારતના ઇતિહાસનો એક મહત્વપુર્ણ રાજવંશ હોવા છતાં તેના વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત નથી. આ રાજવંશના માત્ર ત્રણ રાજાઓનો જ પ્રાચિન લેખોમાં ઉલ્લેખ મળે છે.

કલચુરીઓની ઉત્પતિ અનિશ્ચિત છે, કૃષ્ણરાજ (લ.ઇ.સ.૫૫૦-૫૭૫) આ વંશના પ્રારંભિક જાણીતા રાજા હતા. તેમણે બ્રાહ્મી લિપિની કિંવદંતિઓ દર્શાવતા સિક્કા જારી કર્યા હતા, જેમાં ત્રૈકુટક અને ગુપ્ત રાજાઓ દ્વારા જારી કરાયેલા અગાઉના સિક્કાઓની રચનાનું અનુકરણ કરાયું હતું. સ્કંદગુપ્ત દ્વારા જારી કરાયેલા સિક્કા પર આધારીત કૃષ્ણરાજના સિક્કા દર્શાય રહ્યા છે. તેમના શાસન પછી લગભગ ૧૫૦ વર્ષ સુધી તેમના ચાંદીના સિક્કા વ્યાપક રીતે વ્યવહારમાં ફેલાયેલા હતા.

કૃષ્ણરાજના સિક્કાઓમાં તેમને પરમ મહેશ્વર દર્શાવાયા છે. તેમના પુત્ર શંકરગણના એક અભિલેખમાં કહેવાયું છે કે તેઓ જન્મથી જ પશુપતિ શિવના ઉપાસક હતા. ઐતિહાસિક પુરાવાઓ સૂચવે છે કે તેમણે એલિફન્ટાની ગુફાઓમાં શૈવિત સ્મારકો અને ઈલોરા ખાતેની બ્રાહ્મણિક ગુફાઓમાં પ્રારંભિક કાર્ય શરૂ કરાવ્યુ હોઈ શકે છે, જ્યાંથી તેઓના સિક્કાઓ પણ શોધાયા છે.

શંકરગણ

શંકરગણ (લ.ઇ.સ.૫૭૫-૬૦૦) આ વંશના પહેલા એવા રાજા હતા જેમણે પોતાના અભિલેખો લખાવ્યા હોય. આ અભિલેખો ઉજ્જૈન અને નિરગુંડિપદરકથી જાહેર કરવામાં આવ્યા હતા. તેમના ઉજ્જૈનના અભિલેખમાં આ વંશનો પ્રથમ લેખિત ઉલ્લેખ છે. તેમણે સ્કંદગુપ્તની રાજોપાધિઓ ધારણ કરી હતી. તેમણે પશ્ચિમી માળવાના પ્રદેશ પર પણ શાશન કર્યા હોવાનું જણાય છે. કદાચ તેમનું શાશન વર્તમાન ગુજરાતના કેટલાક પ્રદેશો પર પણ હતું.

પોતાના પિતાની જેમ શંકરગણ પણ પોતાને પરમ મહેશ્વર જણાવતા હતા.

બુદ્ધરાજ

બુદ્ધરાજ (લ.ઇ.સ.૬૦૦-૬૨૫) આ વંશના છેલ્લા જાણીતા રાજા છે. તેઓ શંકરગણના પુત્ર હતા. બુદ્ધરાજાએ પુર્વીય માળવાને પણ પોતાના રાજ્યમાં સમાવી લિધું હતું. પરંતુ, કદાચ તઓ પશ્ચિમી માળવાને વલ્લભિના મૈત્રકો સામે હારી ગયા હતા.

તેમના રાજ દરમિયાન, ચાલુક્ય રાજા મંગલેશે દક્ષિણ દિશામાંથી કલચુરી રાજ્ય પર આક્રમણ કર્યું હતું. બુદ્ધરાજાના વિદિશા અને આનંદપુરાના અભિલેખોમાં જણાવ્યા અનુસાર મંગલેશ ચાલુક્યનો બુદ્ધરાજા સામે પરાજય થયો હતો. પરંતુ, ચાલુક્યોના બિજા આક્રમણે બુદ્ધરાજાના શાસનનો અંત આણી દીધો હતો, આ આક્રમણ મંગલેશ અથવા તેના ભત્રિજા પુલકેશી દ્વિતીય દ્વારા કરવામાં આવ્યુ હતું. ચાલુક્યોના અભિલેખોમાં જણાવાયુ છે કે રાજા મંગલેશે કલચુરીઓને હરાવ્યા હતા, આ અભિલેખોમાં પુલકેશી દ્વિતિયને કોઇ યશ આપવામાં નથી આવ્યો.

પોતાના પિતા અને દાદાની જેમ બુદ્ધરાજ પણ પોતાને પરમ મહેશ્વર જણાવે છે. તેમની પત્ની રાણી અનંતા-મહિયા પણ શૈવધર્મી હોવાનું જણાવાયું છે.

બુદ્ધરાજના અનુગામીઓ વિશે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ઇ.સ. ૬૮૭ના એક અભિલેખ પરથી તે જાણવામાં આવે છે કે, કાલચુરીઓ ચાલુક્યોના સામંતો બન્યા હતા.

તરાલસ્વામી નામના રાજકુમાર દ્વારા જારી કરાયેલ એક અભિલેખ સંખેડા (જ્યાંથી શંકરાગણના અભિલેખો પણ મળ્યા હતા) નામના ગામથી મળી આવ્યો હતો. આ અભિલેખમાં તરાલસ્વમીને શિવના પરમ ભક્ત તરીકે અને તેમના પિતા મહારાજા નન્નાએ “કટચચુરી” પરિવારના સભ્ય તરીકે દર્શાવાયા છે. આ અભિલેખ એક અનિર્દિષ્ટ યુગના વર્ષ ૩૪૬માં લખાયેલો છે. જો કલચુરી યુગ તરીકે યુગને ધ્યાનમાં રાખીએ, તો તરાલસ્વામી શંકરગણના સમકાલીન હશે. જો કે, કલચુરીઓના અન્ય કોઈ અભિલેખમાં તરાલસ્વામી કે મહારાજા નન્નાનો ઉલ્લેખ નથી. ઉપરાંત, કાલચુરી અભિલેખોની જેમ, આ શિલાલેખની તારીખ દશાંશ સંખ્યાઓમાં ઉલ્લેખિત છે. વધુમાં, શિલાલેખમાં કેટલીક અભિવ્યક્તિઓ ૭મી સદીના સેન્દ્રક શિલાલેખોમાંથી લેવામાં આવી હોવાનું જણાય છે. આવા પુરાવાઓના કારણે, વાસુદેવ વિષ્ણુ મીરાશી નામના પ્રખ્યાત ઇન્ડોલોજીસ્ટ તરાલસ્વામીને એક બનાવટી વ્યક્તિત્વ તરીકે ગણાવતા હતા.

મીરાશી, ત્રિપુરીના કલચુરીઓને પ્રારંભિક મુખ્ય કલચુરી વંશ સાથે જોડતા હતા. તેઓનું માનવુ હતુ કે કલચુરીઓ એ પરાજય બાદ પોતાની રાજધાની માહિષ્મતીથી કાલંજર અને ત્યાંથી ત્રિપુરી સ્થાનાંતરીત કરી હતી.

કલચુરીઓનું ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક યોગદાન નોંધનીય છે. તેમણે પોતાના રાજ દરમિયાન અંજતા અને ઇલોરાની ગુફાઓમાં શિલ્પો કંડારવામાં આવ્યા હતા.

એલિફન્ટા

શૈવ સ્મારકો ધરાવતી એલીફાન્ટાની ગુફાઓ મુંબઇ નજીક એલિફાન્ટા ટાપુ પર સ્થિત છે. ઐતિહાસિક પુરાવા સૂચવે છે કે આ સ્મારકો કૃષ્ણરાજ સાથે સંકળાયેલા છે, જેઓ પણ શૈવધર્મી હતા.

જ્યારે એલિફાન્ટા સ્મારકો બાંધવામાં આવ્યા હશે ત્યારે કોંકણ દરિયાકિનારાના પ્રદેશ પર કલચુરીઓનું શાસન હોવાનું જણાય છે. સોલસેટ ટાપુ અને નાસિક જિલ્લામાં કોંકણ કિનારે કૃષ્ણરાજના ચાંદીના સિક્કા મળી આવ્યા છે. કૃષ્ણરાજના લગભગ ૩૧ તાંબાના સિક્કા એલિફાન્ટા ટાપુ પર મળી આવ્યા છે, જે સૂચવે છે કે તે ટાપુ પરના મુખ્ય ગુફા મંદિરના સંરક્ષક હતા. આંકડાશાસ્ત્રી શોભના ગોખલેના જણાવ્યા મુજબ, ત્યાં મળી આવેલા ઓછા મૂલ્યના સિક્કાઓ ગુફા ખોદકામમાં સામેલ કામદારોના વેતનને ચુકવવા માટે ઉપયોગમાં લેવાતા હોઇ શકે છે

ઇલોરા

ઇલોરા ખાતેની બ્રાહ્મણીક ગુફાઓ શરૂઆતમાં કાલ્ચુરી શાસન દરમિયાન, અને સંભવતઃ કાલચુરી સંરક્ષણ હેઠળ બનાવવામાં આવી હોવાનું જણાય છે. ઉદાહરણ તરીકે, ઇલોરાની ગુફા ક્રમાંક ૨૯ એ એલિફન્ટાની ગુફાઓ સાથે સ્થાપત્ય અને મુર્તિ-ભંજનની સમાનતા ધરાવે છે. ગુફા ક્રમાંર ૨૧ (રામેશ્વર) ની સામે, ઇલોરા ખાતે મળી આવેલા સૌથી પહેલા સિક્કા કૃષ્ણરાજ દ્વારા જ જારી કરાયો હતો.

કલચુરી વંશના જાણીતા શાસકો તેમનો અંદાજિત શાસનકાળ નીચે મુજબ છે.

કૃષ્ણરાજ (લ.ઇ.સ. ૫૫૦-૫૭૫)
શંકરગણ (લ.ઇ.સ. ૫૭૫-૬૦૦)
બુદ્ધરાજ (લ.ઇ.સ. ૬૦૦-૬૨૫)

9426555756

IMG-20241226-WA0064.jpg