Gujarat

માંગરોળ કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમા પુજીત અક્ષત કળશની પધરામણી કરી કળશયાત્રા પુર્ણ કરાઈ..

કામનાથ મંદિરે મહાદેવની સાથે અયોધ્ધા થી આવેલ અક્ષત પુજીત અક્ષત કળશ દશઁનનો કાયમી લાભ મળશે..
માંગરોળમાં અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમા આવેલ પુજીત અક્ષત કળશની યાત્રા લગભગ દોઢ મહીના પહેલા શરુ કરી શહેર અને તાલુકાના દરેક મંદિરો સોસાયટી વિસ્તારોમાં ધામધૂમથી પધરામણી કરી દરેક રામભકતોને પુજા દશઁનનો લાભ મળ્યો હતો ત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થયા બાદ જે અક્ષત કળશને કાયમી દશઁન પુજા માટે કામનાથ મહાદેવના સાનિધ્યમાં પધરામણી કરી યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવી આ અવસરે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ દ્વારા અયોધ્યાથી પરત આવેલ રામભક્તોનુ સન્માન કરાયુ
અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાધ માંગરોળમાં પ્રથમ અયોધ્યા રામલલ્લાના દર્શન સાથે અન્ય તીર્થધામ ની તીર્થયાત્રા કરી પરત આવતા શ્યામભાઇ ભટ્ટ અને ગીરીશભાઇ પરમાર નુ સન્માન કરાયુ માંગરોળ કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ સાથે અક્ષત મહાઅભિયાન સમીતીના સભ્યોની ઉપસ્થિતીમાં કામનાથ મહાદેવ ના મહંત ઇશ્વર બાપુએ તેમજ ગુણવંત બાપુ સુખાનંદી ના હસ્તે બન્ને રામભક્તો ને પુષ્પગુછ ખેસ પહેરાવી સન્માન કરાતા જય જય શ્રીરામ ના નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.

20240208_172510-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *