પાટણ.
રાધનપુર.
અનિલ રામાનુજ રાધનપુર
સાંસ્કૃતિક નગરી રાધનપુર શહેરમાં ખાડારાજ નું સામ્રાજ્ય..મસમોટા ખાડા ટેકરા ને લઇને શહેરમાં અકસ્માત ની ભિતી
આદર્શ હાઇસ્કુલ થી હાઇવે ચાર રસ્તા જતાં માર્ગ પર મસમોટા ખાડાને લઇને ગાડીઓ ફસાઈ જતાં ટ્રાફિકજામનાં દૃશ્યો..
શહેરમાં હાઇવે પરના સર્વિસ રોડ પર મસમોટા ખાડામાં ગાડી ફસાઈ જતાં રાહદારીઓ ની મદદથી ગાડી બહાર કાઢતા ચાલકએ રાહતનો દમ લીધો..
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વરસાદી માહોલ બાદ રોડ રસ્તા ઉપર ખાડાઓ પડી જતાં વાહનચાલકો પરેશાન બનતા છે. ત્યારે તાજેતરમાં જ રાધનપુર શહેરમાં ખાડારાજને કારણે જાહેર માર્ગ પર ગાડી ફસાઈ જતાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.રાધનપુર શહેરમાં હાઇવે પરના સર્વિસ રોડ પર ઠેર ઠેર મસમોટા મોટા ખાડા ટેકરાને લઇને વાહનો ચલાવવા જોખમી બન્યા છે.
તાજેતરમાં જ આદર્શ હાઇસ્કુલ થી હાઇવે ચાર રસ્તા જતાં માર્ગ પર મસમોટા ખાડાને લઇને ગાડીઓ ફસાઈ હતી.જાહેર માર્ગ પર વરસાદી પાણીના જમાવડા વચ્ચે રસ્તા પરનાં ખાડા કાર ચાલકોને દેખાતા નથી.જેને લઇને શહેરમાં વાહનચાલકો ખાડામાં પટકાતા નજરે ચડ્યા હતા અને ખાડારાજ ને લઇને વાહનચાલકો પરેશાન બન્યા છે.તેમજ સર્વિસ રોડ પરના ખાડાઓમાં વાહનો ચલાવવા જોખમી જણાઈ રહ્યા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ અવર નવાર સર્જાઈ રહ્યા છે.
રાધનપુર શહેરમાં તાજેતરમાં જ આદર્શ હાઇસ્કુલ થી હાઇવે ચાર રસ્તાનાં માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો હોવાને કારણે રસ્તા પરનો મોટો ખાડો ગાડી ચાલકને નહિ દેખાતા ગાડી ફસાઈ જવા પામી હતી.ત્યારે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોની મદદે ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢી હતી ગાડી બહાર કાઢતા કાર ચાલકે રાહત નો દમ લીધો હતો.
રાધનપુરમાં ચોકઅપ ગટરોને કારણે જાહેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાય છે.જે પાણી નો યોગ્ય નિકાલ ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે.અને વરસાદી પાણીનો રાધનપુરમાં યોગ્ય નિકાલ ન હોવાને કારણે દિવસે ને દિવસે સમસ્યાઓ પણ વધી રહી છે.
ત્રણ રસ્તા પર નીચાણ માં રોડ હોવાના કારણે ગટરો માં પાણી નો નિકાલ નહી થતાં પાણીનો જમાવડો થાય છે તો બીજી તરફ ખાડા ટેકરા ને લઇને માર્ગ પર અકસ્માતની ભિતી સેવાઈ રહી છે.વરસાદી પાણીને લઇને માર્ગ પરના ખાડા વાહનચાલકોને નજરે નહિ પડતાં વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે.જેને લઇને અકસ્માત ની ભિતી સેવાઈ રહી છે.જાહેર રસ્તા પરના મસમોટા મોટા ખાડાને લઇને તાજેતરમાં જ ગાડી ફસાતા ટ્રાફિકજામ સર્જાયો હતો અને અન્ય વાહન ચાલકોની મદદે ગાડી બહાર કાઢી હોવાનું સામે આવ્યું હતું.ત્યારે તંત્ર દ્વારા બિસ્માર બનેલા માર્ગને રીપેરીંગ કરે તેવી વાહનચાલકો અને સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.






