પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સાંતલપુર તાલુકાના કચ્છ કેનાલનો રોડ ફાંગલી અને ઝઝામ ને જોડતો માર્ગ સાયફન નજીક તૂટી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો..
*અનેક રજુઆત બાદ કોઇ નક્કર પગલાં લેવામાં નહિ આવતા લોકોમાં ભારે રોષ..*
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કચ્છ કેનાલનો ફાગલી ગામથી ઝઝામ તરફ જતો ડામર રોડ સાયફન પાસે તૂટી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કચ્છ કેનાલનો ફાગલી ગામથી ઝઝામ તરફ જતો ડામર રોડ ઉપર ઠેર ઠેર મસમોટા મોટા ગાબડા પડી ગયા છે. જેને લઇને આ માર્ગ પર અનેકવાર બાઇક ચાલકો અકસ્માતના હોવ બન્યા છે. આ માર્ગ બિસ્માર હોવાના કારણે અને મોટા ખાડાઓ ને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.બાઇક ચાલકો ઘણીવાર આ માર્ગ પર પટકાતા હાથ-પગ ભાંગ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ રોડ પર અનેક સ્થળે મોટા ખાડાઓને કારણે અહીંથી પસાર થનારા વાહનચાલકો અને ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ખાતાના અધિકારીઓ સુધી પણ આ તૂટેલા રોડ અંગેની રજુઆતો પહોંચી હોવા છતાં આજદિન સુધીમાં કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી.અને આ માર્ગ કચ્છ કેનાલનો ફાગલી ગામથી ઝઝામ તરફ જતો ડામર રોડ ખરાબ હાલતમાં હોય આ રોડ નવો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.



