રિપોર્ટ પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા રાવિન્દ્રા ગોગા મહારાજના સાનિધ્યમાં લોકમેળો ભરાયો
*પ્રસાદમાં સુખડી કુલેર અને શ્રીફળ સાથે સાથે લોકો પોત પોતાની માનતા પ્રમાણે કાપડનો બનેલો ઘોડો ચડાવે છે.*
નાગ પંચમીના રોજલોક મેળો રંગે ચંગે સંપન્ન ખૂબ શ્રદ્ધાળુ પધાર્યા બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી વિશેષ આમ જોવા જઈએ તો પાંચમ ગઈકાલે હતી પરંતુ રાવિન્દ્ર ગામના લોકો એ ધંધાર્થે વર્ષોથી બહારગામ રહેતા હોય નોકરી ધંધામાં હોય તેમને સમયની અનુકૂળતા જળવાઈ રહે તે માટે ગામમાં કરવાનું મતે વર્ષો પહેલા ઠરાવવામાં આવ્યું કે રક્ષાબંધન પછી પાંચ દિવસે પાંચમ રાખવી જેથી બધાની સમયની અનુકૂળતા જળવાઈ રહે આજે પણ વતનથી દૂર રહેતા લોકો ગામની કુવાસીઓ અને આજુબાજુના વિસ્તારના લોકો રવિન્દ્ર ગામના ગોગા ધણી ના દર્શનાર્થે અવશ્ય આવે છે સગા સંબંધીઓને મળે છે અને આખો દિવસ મજા કરી પોત પોતાના ઘરે જાય છે. રાવીન્દ્રાના ગોગા ધણી બધાની રક્ષા કરે છે ખૂબ પ્રાચીન મંદિર છે અને આસ્થાનું કેન્દ્ર છે ત્યાં પ્રસાદમાં સુખડી કુલેર અને શ્રીફળ થાય છે સાથે સાથે લોકો પોત પોતાની માનતા પ્રમાણે કાપડનો બનેલો ઘોડો ચડાવે છે
આજુબાજુના વિસ્તારના ઘણા લોકો ના દર્શનાર્થે આવે છે કેટલાક લોકો પગપાળા પણ દર્શનાર્થે આવે છે આજે અમદાવાદથી પણ લોકો પગપાળા દર્શનાર્થે આવેલા બાપા બધાની મનોકામના પૂર્ણ કરે છે.



