Gujarat

મહેસાણાની સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંચાલકે કરી મોટી ઠગાઈ

મહેસાણામાંથી એક ખુબજ ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં એક ક્રેડિટ સોસાયટીના સંચાલકે લોકોને મોટો ચૂનો લગાવ્યો છે. સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંચાલકે ઠગાઈ કરી છે. રાધનપુર રોડ પર ગોલ્ડન સ્કવેરમાં તેમની ઓફિસ હતી. તેઓએ લોકોની રોજની બચત અને એફડીના નાણા ઉઘરાવી ઠગાઈ કરી હતી.

પ્રકાશ રાવળ નામના સંચાલકે ચૂનો લગાવ્યો હતો. તેણે નાણા રોકનારા ૨૪ લોકોને ચૂનો લગાવ્યો હતો. આ ઠગાઈ અંગે ગમે ત્યારે પોલીસ ફરિયાદ થઈ શકે છે. પોલીસ કાર્યવાહીમાં જ સત્ય બહાર આવી શકે છે કે ઠગાઈની રકમનો આંકડો કેટલો મોટો છે. હાલ તો આ ઘટનામાં પોલીસ દ્વારા બધાજ એંગળથી સઘન તપાસ કરવામાં આવી રહી છે.