સમગ્ર રાજ્ય સહિત જામનગરમાં ઠંડી અને ઠંડા સૂકાં પવનોની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ ઉત્તર ભારતની હિમવર્ષા ગુજરાતમાં લઘુતમ તાપમાનને નીચું લઈ જઈ રહી છે અને રાજ્યમાં લઘુતમ તાપમાન 11થી 13 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં લઘુતમ તાપમાન 14.0 ડિગ્રી, મહતમ તાપમાન 29.8 અને ભેજનું પ્રમાણ 74 ટકા તથા પવન 4.8 નોંધાયો છે.
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14.00 ડિગ્રી થી નીચે ચાલ્યો ગયો હોવાથી કાતિલ ઠંડી નો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત મહત્તમ તાપમાન પણ ઘટયું છે. જયારે પવનની તીવ્રતામાં વધારો થયો છે.
સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, દરમિયાન ગુરૂવારે રાત્રે ઠંડીનો પારો 14.5 ડીગ્રી સુધી નીચે ચાલ્યો જતાં ઠંડીનો સપાટો બોલી ગયો છે અને શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
રાત્રે ઠંડીનો માહોલ જયારે બપોરે આકરો તાપ ઉપરાંત વહેલી સવારે ઝાકળને સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ગઈકાલે સવારથી ઠંડીનો ચમકારો વધી ગયો છે, અને ઠંડીનો પારો ધીમેધીમે નીચે સરકી રહ્યો છે.
દરમિયાન ગઈકાલે શુક્રવારે સવારે 8.00 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14.0 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જયારે મહત્તમ તાપમાન ઘટીને 29.8 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું, જ્યારે પવનની 4.8 ગતિ છે

