Gujarat

છોટાઉદેપુર તાલુકાના 148 ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો ખેડૂતોને આપવામાં આવ્યો

છોટાઉદેપુર તાલુકાના 148 ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો ફેલાવતા ગુજરાત વિદ્યાપીઠના સમાજ કાર્ય અને ગ્રામ વિકાસ વિભાગના વિદ્યાર્થીઓ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના સમગ્ર ગામોમાં પ્રાકૃતિક ખેતીના સંદેશો લઈને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠના ગુલાધિપતિ મહામહિમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ  દેવવ્રત જીની પ્રેરણાથી અને વિદ્યાપીઠના કુલપતિ  ડોક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠ ના ધ્યેયો અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો ને ધ્યાનમાં રાખીને ગ્રામ જીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
 
આ આયોજન અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા અને સમાજ કાર્ય અને ગ્રામ વિકાસ વિભાગના વિદ્યાર્થીઓ ને ડોક્ટર મનોજ પરમારના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપી રહ્યા છે પ્રાકૃતિક ખેતી એ મનુષ્ય પ્રકૃતિ અને સમાજ ના સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંસાધનોના સંરક્ષણ માટે એક રાજ્ય વ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પદયાત્રા એ મહાત્મા ગાંધીના દર્શન અનુરૂપ ગ્રામીણ સમુદાયના વિકાસ માટે પ્રથમ ત્રણ દિવસ એ છોટાઉદેપુર તાલુકાના ગ્રામીણ ક્ષેત્રમાં વાહન દ્વારા પરિભ્રમણ કરવામાં આવ્યું અને પ્રાકૃતિક ખેતીનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.  તારીખ 24 25 અને 26 ઓક્ટોબર દરમિયાન છોટાઉદેપુર તાલુકાના ઘેલવાંટ, ધંધોડા અને પુનિયાવાટ ગામમાં ખેડૂતોને ખેતરે ખેતરે જઈને પ્રાકૃતિક ખેતીનો સંદેશો ફેલાવવામાં આવ્યો જમીન સુધારણા માટે અને જમીન પાસેથી મળતા ઉત્પાદનમાં વધુ વધુ ગુણવત્તાસભર ઉત્પાદન મળે તેના બીજા મૃત જીવામૃત ઘનામૃત જેવી પ્રાકૃતિક ખેતીની ટેકનીક ખેડૂતોને જણાવવામાં આવી અહીંની ખેતી એ વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે લઈ જઈ શકાય તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર