Gujarat

છોટાઉદેપુરની વિદ્યાર્થીની યુતિ ચિરાગ મુન્શી  રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં પ્રથમ આવી- ગોલ્ડ મેડલ મેળવ્યો

મૂળ અમદાવાદની નિવાસી, છોટાઉદેપુરમાં રહીને સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ખુબજ ટૂંકા સમય ગાળામાં તીરંદાજી કોચ દિનેશ ભીલ પાસે તાલીમ મેળવીને આર્ચરીની રમત પર પ્રભુત્વ મેળવેલ છે.
ઉલ્લેખનિય છે કે, ગત સપ્ટેમ્બર માસ માં છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત ૨૦૨૪-૨૫ ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માં યુતિ મુન્શી એ ભાગ લીધો હતો અને તેમાં તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યાર બાદ ૬૮ મી અખિલ ભારતીય રાજ્યકક્ષા આર્ચરી સ્પર્ધાનું સ્પોર્ટ કોમ્પલેક્ષ સાપુતારા ખાતે તા. ૨૪ અને ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર- 14 કેટેગરી ની આ સ્પર્ધા માં પણ તેણીએ છોટા ઉદેપુર જિલ્લા તરફથી ભાગ લીધો હતો અને તેમાં ઇન્ડિયન રાઉન્ડ ઇવેન્ટમાં સૌથી વધુ ૬૦૧ પોઇન્ટ મેળવીને પ્રથમ આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આમ યુતિ મુન્શી એ ઉકત સિદ્ધિ મેળવીને સમગ્ર રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લા નું, પરિવારનું, આર્ચરી ગુરુ નું તથા શાળા નું નામ રોશન કર્યું છે..
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર ખાતે આવેલી સનરાઈઝ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુતિ મુન્શી તીરંદાજી સિવાય સ્વિમિંગ, સ્કેટિંગ, યોગા અને સાયકલિંગ માં પણ નિપુણતા ધરાવે છે. આમ તેણી એ રાજ્ય કક્ષાએ તિરંદાજી ની સ્પર્ધામાં જે રીતે ભાગ લીધો હતો તેજ રીતે આ સ્પર્ધામાં  અલગ અલગ જિલ્લાઓ માંથી આવેલ કુલ ૭૨ તિરંદાજ દિકરીઓએ પણ ભાગ લીધો હતો અને તેમાં તેણી પ્રથમ આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લા નું ગૌરવ વધતા, પ્રજા માં આનંદની લાગણી ફેલાઇ ગયેલ છે.
વિશેષમાં હવે ૨૦૨૪ ના અગામી નવેમ્બર મહિનામાં રાષ્ટ્ર કક્ષાની તીરંદાજી સ્પર્ધા નડિયાદ ખાતે યોજાનાર છે અને તેમાં યુતિ મુન્શી ગુજરાત રાજ્ય તરફથી ભાગ લેશે અને છોટાઉદેપુર ને રિપ્રેઝન્ટ કરશે.
વિજેતા વિદ્યાર્થિની હવે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લે અને વિજેતા બને અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારે તે માટે તીરંદાજી કોચ દિનેશભાઇ ભીલ, શાળાના આચાર્ય સંચાલક અને  સ્ટાફ તરફથી તથા પરિવાર તરફથી યુતિને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે અને શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.
આચરી કોચ દિનેશભાઇ ભીલ ૬ વર્ષ થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતરગત ઈન સ્કૂલ પ્રોગ્રામ થકી તીરંદાજી (ટ્રેનર) કોચ તરીકે  એસ.એફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે ફરજ બજાવે છે..અત્યાર સુધી માં ૫૦ થી ૬૦ જેટલા વિદ્યાર્થી ઓ એ તેમના થકી તાલીમ મેળવેલ છે અને તેવિદ્યાર્થીઓ માં રાજ્ય કક્ષા એ  ૯ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મળેલ છે અને રાષ્ટ્ર કક્ષાએ ૩ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ મળેલ છે.તેઓની અથાક મહેનત અને આપવામાં આવતી ટ્રેનીંગથી વિદ્યાર્થી ઓ એ જે સિદ્ધિ ઓ પ્રાપ્ત કરેલ છે તેના કારણે આજે છોટાઉદેપુર જિલ્લો તિરંદજી ની રમત માં રાજ્યકક્ષાએ ફરીવાર ઝળહળી ઉઠ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર