ભુજ શહેરના તાજસમાં ભુજીયા ડુંગર ઉપરની ઝાડીમાં દિવાળીની મધ્યરાત્રીએ આગ ફેલાઈ હતી. આગની જ્વાળાઓ સતત બીજા દિવસ સુધી યથાવત રહેતા સ્થાનિકે ચિંતા ફેલાઈ હતી, દરમિયાન ઘટનાની જાણ પેટ્રોલિંગ માં રહેલી બી ડિવિઝન પોલીસને થતા પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી,
પરંતુ ઊંચાઈ ધરાવતા ડુંગરાળ વિસ્તારમાં ફાયર ફાયટર પહોંચી શકે તેમ ના હોવાથી પોલીસે ભુજીયાની બીજી તરફ આવેલા સ્મૃતિવનના સ્ટાફની મદદ લઇ અગ્નિસામક સિલિન્ડર વડે આગને કલાકોની ભારે જહેમત બાદ કાબુમાં લેવાઈ હતી. પોલિસ તંત્રની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી પેટ્રોલીંગમાં હતાં, તે દરમ્યાન સ્મૃતિવનના પાછળના ભાગે અને ભુજીયા ડુંગર ઉપર કીલ્લાની દીવાલ પાસે આવેલ ઝાડીમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે ફાયરબ્રિગેડને જાણ કરી હતી,
પરંતુ ફાયરબ્રિગેડની ટીમ ડુંગર ઉપર ઉંચાઇ સુધી પહોચી શકે તેમ ન હોય આ બાબતે ગંભીરતા દાખવી ભુજ શહેર બી ડીવીઝન પીઆઇ વીબી પટેલ અને પોલીસ સ્ટાફે સ્મૃતિવનમાં રહેલ fire extinguisher (અગ્નિશામક સિલિન્ડર) સાથે સ્મૃતિવનના સ્ટાફની મદદ વડે ડુંગર ઉપર જઈ આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી.
પોલીસે ઝાડીમાં દિવાલથી નીચે ઉતરી fire extinguisher (અગ્નિશામક સિલિન્ડર)ના ઉપયોગ કરી ઝાડીમાં લાગેલ આગ ઉપર સંપુર્ણપણે કાબુ મેળવતા સ્થાનિકે રાહત ફેલાઈ હતી. જે કામ ફાયર વિભાગે કરવાનું હતું તે પોલીસે કરી બતાવતા લોકોએ પોલીસ કામગીરીને બિરદાવી હતી.

