પાટણમાં આવતીકાલે બુધવારે યોજાનારા મહોરમનાં તાજિયા ઝુલુસનાં રૂટ ઉપરનાં રોક રસ્તા હાલનાં વરસાદથી હોવાથી કરવા બંધ પડેલી સ્ટ્રીટલાઈટો ચાલુ કરવા અને ભયનજક મકાનો સહિત કેટલીક સમસ્યાઓ ઉકેલ લાવવા માટે આજે પાટણ શહેરનાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા ઝુલુસનાં આયોજકોએ પાટણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન મુકેશ પટેલ અને ઉપપ્રમુખ હિનાબેન શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ પદાધિકારીઓએ આ બાબતે સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી.

આ પ્રસંગે નગરપાલિકાનાં સદસ્ય સમીમબાનુ યાસીનભાઇ સુમરા અને કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટનાં પ્રદેશ મંત્રી હુસેનમીયાં સૈયદે તેમની સહીઓવાળુ આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મોહરમનો તહેવાર હોવાના કારણે તાજીયાના રુટ ઉપર સાફસફાઇ, કોઇ જર્જરીત મકાન હોય અને થવા કોઇ માટીનાં ઢગલાં હોય, ખાડા ટેકરા હોય, સ્ટ્રીટલાઇટો અને દવાનો છંટકાવ કરવામાં આવે. પાટણમાં બુકડી, નિલમ સિનેમા, દોસ્તનો મહોલ્લો, ગંજ શહીદ પીર, હાજીવાડા, નાનો ટાંકવાડો, ટીંબલીયાવાડો, ઇકબાલ ચોક, ગુલશન નગર, કાળી બજાર, બોકરવાડા, રાજકાવાડા, લોટેશ્વર, પિંજારકોટ, ખાટકીવાડ, લાલ દરવાજા, કનસડા, ત્રણ દરવાજા, દોશીવટ, રસણીયાવાડા, ઇમામ વાડા આ બધા તાજીયાના રુટ છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, 16-7-2024ના રોજ રાત્રે કતલની રાત મનાવવામાં આવે છે અને તા. 17-7-2024 નાં રોજ યવમે આશરાં મનાવવામાં આવશે. જેમાં 16 મી તારીખે મંગળવારે રાત્રી દરમિયાન તેમજ 17 મી તારીખે દિવસ દરમ્યાન તાજીયા જુલુસ નીકળશે અને પાટણ શહેરનાં મુખ્ય માર્ગો પરથી પસાર થશે.

