ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવા દ્વારકાથી 15 કીમીના અંતરે સ્થિત પ્રસિધ્ધ જયોતિલીંગ નાગેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં વારાદાર પુજારી ગીરધરભારથીએ તેમને મળેલા દાનની આવકમાંથી એક વર્ષ દરમ્યાન રૂપિયા બે કરોડના ખર્ચે મંદિર પરિસરનો પુનઃ વિકાસ થશે.
મંદિર પરિસરને શિવ ભકતોની સુવિધા સાથે અને ધાર્મિક સ્ટ્રકચરને અદ્યતન બનાવાયું છે તેવો દાવો પુજારી પરિવારે કર્યો છે.શ્રાવણ માસના પ્રારંભે પુજારી પરિવારના મહેશ્વરભારથી તથા યોગેશભારથી લોકાર્પણ કરશે. મોટાભાગનો હિન્દુ વર્ગ ચારધામ અને સાતપુરી તથા બાર જયોતિર્લીંગની યાત્રા હંમેશા કરવા તત્પર હોય છે.દેશના છેવાડે દ્વારકાનું જયોતિર્લીંગ ભારતના પ્રથમ ધામ દ્વારકાપુરી નજીક જયોતિર્લીંગ નાગેશ્વર આવેલ છે.
જેથી દ્વારકાનું આ આઠમું જ્યોતિર્લીંગ કહેવાય છે. તેના દર્શનાર્થે અચુક યાત્રિક દ્વારકા આવ્યા પછી નાગેશ્વર જરૂર જાય છે. વર્ષો પૂર્વે જાણીતા બોલીવુડ પ્રોડયુસર ગુલશન કુમારે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરી સમગ્ર મંદિરનું ગર્ભગૃહ તથા નીજ મંદિર સહિતનું પુનઃનિર્માણ કર્યુ હતું. બાદ હવે બીજા તબકકાનું મંદિર પરિસરનું પુનઃ નિર્માણ કરી પુજારી પરિવારના ગીરધરભારથી તથા મહેન્દ્રભારથી અને યોગેશભારથી તેમના એક વર્ષના સેવાપૂજાના ક્રમ દરમ્યાન યુધ્ધના ધોરણે વિકાસ કાર્ય હાથ ધરીને પુર્ણ કર્યુ છે.