ઉના અને ગીરગઢડાની જનતાની સુવિધા માટે નવો રૂટની બસ ફાળવણી કરાય..
ઉના ડેપો ખાતે ઉના અને ગીરગઢડાની જનતાની સુવિધા માટે નવો રૂટ ઉના, ગીરગઢડા, સુરત રૂટની નવી સ્લીપર બસ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે લીલી જંડી બતાવી બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકા પ્રમુખ, ઉના ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ, ઉના કારોબારી સભ્ય, ઉના ડેપો મેનેજર રાઠોડ અને સ્ટાફ તથા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી એસ ટી બસને પ્રસ્થાન કરાવેલ છે.

ઉના થી સુરત રૂટની નવી એસ ટી બસની મુસાફરોને સુવિધા મળી રહે તે માટે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા રજુઆત કરાઈ હતી જે રજુઆતને ધ્યાને રાખી ઉના ડેપો દ્વારા નવી એસ ટી બસની ફાળવણી કરાઈ હતી. આ બસ ઉના ડેપોથી સાંજના 4 વાગ્યે ઉપડશે. અને ગીરગઢડા, ઉના થી સુરત પોહચશે. અને સુરત થી પરત સાંજે 5 વાગ્યે નીકળશે જે ઉના સવારે 7 વાગ્યે પોહચશે. આ નવી બસનો પ્રારંભ કરાતા હવે લાંબા રૂટ પર મુસાફરોને સારી સુવિઘા મળી રહેશે.

