મૃતકે બીમારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું પરિવારજનોનું તારણ
જેતપુરમાં દેરડીની ધારમાં રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી એસિડ પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બનાવની વિગત મુજબ ચેતનાબેન સનીભાઈ સોલંકી (ઉ.વ.26, રહે. દેરડીની ધાર, જેતપુર) તેણીએ ગઈ કાલ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ બીમારીથી કંટાળી એસીડ પી લીધું હતું. બાદ સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદ વધુ સારવાર માટે જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દમ તોડી દિધો હતો. તેણી સાત બહેન અને એક ભાઈમાં ચોથા નંબરની હતી. તેમજ તેઓને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જેતપુર ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી.

