Gujarat

લગ્નગ્રંથિએ જોડાયા બાદ નવદંપતી પ્રથમવાર જામનગર પહોંચ્યું, અનંતે અહીં જ તૈયાર કર્યું છે ‘વનતારા

મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નગ્રંથિએ જોડાયા બાદ મંગળવારે રાત્રે પ્રથમવાર જામનગર પહોંચ્યા હતા. મુંબઈમાં લગ્નવિધિ સહિતનાં ફંકશન પૂર્ણ થયાં બાદ અનંત અને રાધિકા જામનગર પહોંચતાં એરપોર્ટ પર નવદંપતીનું મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકા માટે કાર શણગારવામાં આવી હતી. જેમાં સવાર થઈ નવદંપતી સુરક્ષા બંદોબસ્ત સાથે ‘રિલાયન્સ ગ્રીન’ જવા રવાના થયા હતા.

જામનગર એરપોર્ટ પર અનંત અને રાધિકાનું સ્વાગત કરાયું

ઢોલ-નગારાના તાલે નવદંપતીનું સ્વાગત

મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા બાદ અનંત અને રાધિકા મંગળવારે રાત્રે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. નવદંપતી જામનગર પધારે તે પહેલાં જ રિલાયન્સ પરિવાર દ્વારા તેઓના ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. અનંત અને રાધિકાને જામનગર એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન સુધી લઈ જવા માટે કારને શણગારવામાં આવી હતી. જામનગર પધાર્યા બાદ નવદંપતી દ્વારકાધીશનાં દર્શને જાય તેવી શક્યતા છે.