વિસાવદર લાયન્સ ક્લબના હોદ્દેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
વિસાવદર લાયન્સ ક્લબ આયોજિત ૨૦૨૪-૨૫ ના નવા વરાયેલા હોદ્દેદારોના શપથ ગ્રહણ કાર્યક્રમ વી.ડી.સંકુલ વિદ્યાલય ખાતે યોજવામાં આવેલ. સૌ પ્રથમ સંસ્થાની વિદ્યાર્થીનીઓએ સ્કાઉટ ગાઈડ તાલીમ અનુસાર ડ્રમ સાથે માર્ચ પાસ્ટ યોજી આમંત્રિત મહેમાનોના સ્વાગત કર્યા. બાદ આમંત્રિત મહાનુભવોના વરદ હસ્તે સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ કુમકુમ તિલક કરી મહેમાનોને આવકાર્યા.
કાર્યક્રમની મંગલ શરૂઆત વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના બાદ સ્વાગત ગીત રજૂ કરેલ. બાદ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામા આવેલ. લાયન સિરાજભાઈ માડકીયાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ લાયન્સ ક્લબના પ્રતિનિધિઓએ મુખ્ય મહેમાનોને પુષ્પમાળા, પીળું ઉપ વસ્ત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરેલ.બાદ શિસ્તસભર રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યા બાદ ગત વર્ષના લાયન્સ ક્લબના પ્રમુખ અને આજના કાર્યક્રમના અધ્યક્ષ રમણિકભાઈ ગોહેલે ગત વર્ષ દરમિયાન જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા કરેલ સેવાના કાર્યોની આછી રૂપરેખા સાથે વાર્ષિક અહેવાલ રજૂ કરેલ. લાયન નિતેશભાઇ દવે એ આજના ચીફ ગેસ્ટ ડીસ્ટ્રીક લાયન ભરતભાઈ બાવીશી નો ટૂંકમાં પરિચય આપ્યો.
બાદ આજની શપથવિધિમાં ઉપસ્થિત મહાનુભવો નિરવભાઇ વાડદોરીયા, ભાસ્કરભાઈ જોશી, કનુભાઈ ભાલાળા (પૂર્વ કૃષિ મંત્રી) તથા ભરતભાઈ બાવીશી એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે લાયન્સ ક્લબ એક પાઠશાળા છે, વ્યક્તિમાં વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. કંઈક નવીનતમ શીખવાડે છે. લીડરશીપના ગુણ કેવા હોવા જોઈએ ? દેશ સ્વચ્છ અને મજબૂત કઈ રીતે બને ? શપથવિધિ શું કામ ? આપણા ધાર્મિક ઉત્સવો માનવીમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે. લીડરનું ઉત્તમ ઉદાહરણ શ્રીકૃષ્ણ છે. કે જેમના જીવન પ્રસંગો સમાજને કંઈક ને કંઈક શીખવે છે. સમાજના ઉત્થાન માટે કંઈક કરવું એવી અનેકવિધ બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ. વિસાવદર લાયન્સ ક્લબ ટીમ વર્ક સાથે અનેકવિધ સેવાના કાર્યો કરે છે તે બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ.
ભરતભાઈ બાવીશી એ ચાલુ વર્ષના નવા વરાયેલ પ્રમુખ ભાવેશભાઈ પદમાણી તથા હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવી, પોતાની ફરજોથી વાકેફ કરેલ. ઉપસ્થિત સૌએ નવા વરાયેલા પ્રમુખ દંપતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી આગળના વર્ષમાં હંમેશા સેવાના પર્યાય બની રહો તેવી શુભેચ્છાઓ પાઠવેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો મહંત પૂ.જીગ્નેશબાપુ ખોડીયાર મંદિર સુડાવડ, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા, તા.પં.ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, જિ.પં.સદસ્ય વિરેન્દ્રભાઈ સાવલિયા, નરેન્દ્રભાઈ કોટીલા, રમણીકભાઈ દુધાત, સુધીરભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ સાવલિયા, વિજયભાઈ રીબડીયા , પ્રફુલભાઈ વાડદોરીયા, અબુલીભાઈ હિરાણી, ઘનશ્યામભાઈ ડોબરીયા, વલ્લભભાઈ નાકરાણી, પરસોતમભાઈ પદમાણી, ભાવનાબેન બાવીશી, રાજેશભાઈ પંડ્યા, વિશાલભાઈ ચોટાઈ, ચંદ્રકાંત ખુહા તેમજ બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, ભાઈઓ, બહેનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ વનરાજસિંહ ઝાલાએ કરેલ. અંતે ભોજન પ્રસાદ ગ્રહણ કરી સૌએ રાજીપો વ્યક્ત કરેલ.
સી. વી. જોશી વિસાવદર