પાટણ..
અનિલ રામાનુજ પાટણ..
પાટણના ચોરમારપૂરા સ્થિત નિર્માણ પામેલ કેન્દ્રીય વિદ્યાલય બિલ્ડીંગ નું પાટણ ધારાસભ્યે રૂબરૂ જઈ નિરીક્ષણ કર્યું..
નવીન બનેલ કેન્દ્રીય વિદ્યાલય નું બિલ્ડીંગ ત્વરિત ચાલુ થાય તે માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરાશે : ધારાસભ્ય..
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે રૂપિયા 20 કરોડના અંદાજિત ખર્ચ સાથે કેન્દ્રીય વિદ્યાલય નુ નિર્માણ કાર્ય છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી પૂર્ણ કરવામાં આવ્યું હોવા છતાં કેન્દ્રીય વિદ્યાલય શરૂ ન કરાતા પાટણના ધારાસભ્ય દ્વારા શહેરના કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ ના ઉપરના ભાગે ભાડાના મકાનમાં કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને પત્ર લખી ચોરમારપૂરા સ્થિત કરોડોના ખર્ચે તૈયાર થયેલી કેન્દ્રીય વિદ્યાલય
ના બિલ્ડીંગ ને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરી હતી.
પાટણના ધારાસભ્ય ડો. કીરીટ પટેલે ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયશરૂ કરવા માટે મુખ્યમંત્રી
ને પત્ર દ્વારા કરાયેલી ભલામણ બાદ ધારાસભ્યે ચોરમારપુરા સ્થિત નિર્માણ પામેલ કેન્દ્રીય વિદ્યાલયના બિલ્ડીંગની આજરોજ રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
ધારાસભ્ય ની મુલાકાત દરમિયાન પાટણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નિર્માણ થયેલી કેન્દ્રીય વિદ્યાલય બિલ્ડીંગની પરિસ્થિતિ નો તાગ મેળવતાં રૂ. 20 કરોડના અંદાજીત ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય ધૂળખાઈ રહી હોય તેવું જોવા મળ્યું હતું.
તો આ કેન્દ્રીય વિદ્યાલય ના બિલ્ડીંગ વચ્ચેથી પસાર થતું નાળુ શૈક્ષણિક કાર્ય માટે અડચણરૂપ બન્યું હોવાનું માલુમ પડયું હતું છતાં આ સ્થળ પર શાળા શરૂ કરવામાં આવે તો હાલ કોઈ વાંધો દેખાતો ન હોવાનું ધારાસભ્ય કિરીટ પટેલે જણાવી શા માટે અહીં શાળા શરૂ કરવામાં આવતી નથી તે વિચારવા જેવો પ્રશ્ન હોવાનુ તેઓએ જણાવી વિદ્યાલય ના માગૅ પરથી પસાર થતી સુજલામ સુફલામ ની અંડર ગ્રાઉન્ડ કેનાલ મામલે તેઓએ અધિકારીઓ સાથે વાતચીત કરતાં તેઓએ આ કેનાલ ની કામગીરી મામલે રૂ. 3.50 કરોડ રૂપિયા નું એસ્ટીમેટ પાણી પુરવઠા વિભાગ ને મોકલી આપવામાં આવ્યું હોય જે એસ્ટીમેટ રેવન્યુ વિભાગમાં પહોચ્યું હોવાનું જણાવતાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલે તમામ ડોકયુમેન્ટ તેઓને પહોંચતા કરવા અને કેન્દ્રીય વિદ્યાલય નું બિલ્ડીંગ વહેલી તકે ચાલુ થાય તે માટે મંગળવારે તેઓ મુખ્યમંત્રી ને રૂબરૂ મળી રજુઆત કરશે તેવું જણાવ્યું હતું.



