Gujarat

વડોદરામાં પૂર જેવી હોનારત ફરી ન આવે તેવી પ્રાર્થના સાથે બપ્પાની ભાવભીની વિદાય, પટેલ પરિવાર ભાવુક થયો

ગણેશ ચતુર્થીથી વડોદરા શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારેલા ભગવાન ગણેશજીને આજે નગરજનોએ પૂઢચ્યા વર્ષી લવકરયાના વચન લઇ ભારે હૈયે ભાવભરી વિદાય આપી હતી. સવારથી જ વડોદરા શહેરના નવલખી કુત્રિમ તળાવ સહિત વિવિધ તળાવોમાં ત્રીજીને વિદાય આપવા પરિવારજનો આવી પહોંચ્યા હતા.

પરિવારજનોએ બાપાને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં વડોદરા શહેરમાં પૂર જેવી હોનારત ન આવે તેવી કૃપા કરજો અને આવતા વર્ષે વહેલી પધરામણી કરજો.