Gujarat

ઉના ભીમપરા નજીક વાડી વિસ્તારમાંથી ખુંખાર દિપડો પાંજરે પુરાતા લોકો એ રાહતનો શ્વાસ લીધો

અગાઉ થોડા દિવસ પહેલા ભોયલા વાડી રહેણાંક મકાનની દિવાલ ઉપર દિપડો ચઢીને આરામ ફરમાવ્યું હતુ.

ઉના ભીમપરા નજીક વાડી વિસ્તારમાંથી દિપડા એ રહેણાંક બનાવી લીધું હોય તેમ અવાર નવાર મોડી રાત્રીના સમયે આટાફેરા કરતા જોવા મળે છે. અને પશુ પર હુમલો કરી મારણ કરે છે.
ત્યારે અગાઉ થોડા દિવસ પહેલા ભોયલા વાડી વિસ્તારોમાં એક રહેણાંક મકાનની દિવાલ ઉપર દિપડો ચઢીને આરામ ફરમાવ્યું હતુ. જે સી સી કેમેરામાં કેદ થતા વનવિભાગને જાણ કરી હતી. અને તેની નજીક ભીમપરા નજીક મુકેશભાઇ બાંભણીયાની વાડીમાં પાંજરૂ ગોઠવતા દીપડો પાંજરે પુરાયો જેથી આ વિસ્તારનાં લોકો એ રાહતનો શ્વાસ લીધો…
ઉનાના ભીમપરા વાડી વિસ્તારોમાં નામથી ઓળખાતા આ વિસ્તારમાં થોડા દિવસ એટલે કે 18 દીવસ પહેલા મુકેશભાઈ બાંભણીયાના રહેણાંક મકાન સુધી રાત્રીનાં સમયે એક દીપડો આવી ચડયો હતો. અને એ રહેણાંક મકાનની ફરતે દીવાલ ઉપર દિપડો ચઢી ગયો હતો. અને અંદાજે એક કલાક સુધી ત્યાંજ દિવાલ ઉપર બેસીને આરામ ફરમાવ્યું હતુ.
અને અહી આજુબાજુમાં આટાફેરા કરતા સમગ્ર ઘટનાનો વિડિયો મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા કેદ થયો હતો. જે અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા અહીં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યુ હતું. અને આખરે ભીમપરા નજીક વાડીમાં આવેલો દીપડો શિકારની લાલચમાં પાંજરે પુરાતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.