Gujarat

ટીકર વિસ્તાર નજીક નદીમાંથી ખનીજ ચોરી કરતા સાધનો પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

હળવદમાંથી પસાર થતી નદીમાં ખનીજ ચોરી થતી હતી જેથી હળવદ પોલીસની ટીમે ટીકર ગામ નજીક નદીમાં દરોડા પાડીને ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીકર વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી ડમ્પરના ચાલક રમેશભાઈ ગડેશિયા, ડમ્પરના ચાલક સંજયભાઈ થરેશા, હિટાચી મશીનના ચાલક નવનીતરાય બ્રાહ્મણ, જેસીબી મશીનના ચાલક વિનોદકુમાર પાદવ, ટ્રેક્ટર તથા ટ્રોલીના ચાલક ગોપાલભાઈ બોહરીયા, ટ્રેક્ટરના ચાલક નારણભાઈ કલોતરા અને બે હુડકા સહિતના વાહનો મળી કુલ 71 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ચોરી અહીં કેટલા સમયથી થતી બીજું કોણ કોણ આ ખનીજ ચોરીમાં સામેલ છે. તેની વધુ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે તો ખનીજ વિભાગને આ ચોરી કેમ ન દેખાય તે પણ મોટો સવાલ છે.