પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના પાદરવાટ ગામે રાત્રિ ના સમયે પાદરવાંટ ગામે ગલુ ફળિયામાં રહેતા ચીમનભાઈ છગનભાઈ રાઠવા ના મકાનમાં અજગર ઘરમાં ભરાયો છે.
તેવી માહિતી જાગૃત નાગરિક દ્વારા છોટાઉદેપુર વન વિભાગ ને કરવામાં આવી હતી. જેની જાન થતા છોટાઉદેપુર વન વિભાગના છોટાઉદેપુર સ્ટાફના ફોરેસ્ટર વા.ય.જી બારીયા, બીટગાર્ડ અંકિતભાઈ બારીયા અને વિક્રમભાઈ દ્વારા ચાલુ વરસાદની અંદર તેમની ઘરે પહોંચી 11 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
જેને લઈને ચીમનભાઈ રાઠવાના પરિવાર એ રાહતનો શ્વાસ લીધો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

