Gujarat

સાવરકુંડલા તાલુકાના ધોરણ ૧ થી ૮ ના ૧૭ હજાર છાત્રોનું પરિણામ જાહેર

સાવરકુંડલા શહેર અને તાલુકાની સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યા.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ અને ૨ના છાત્રોને મૌખિક પરીક્ષા લઈને સીધા જ પાસ કરવામાં આવે છે જ્યારે ધોરણ ૩ થી ૮ ની પરીક્ષા લેવાયા બાદ આજે સાવરકુંડલા તાલુકાના ૧૭ હજાર કરતા વધુ વિદ્યાર્થી ઓનું પરિણામ જાહેર કરાયું હતું છાત્રો અને વાલીઓ પરિણામ જાણવા માટે શાળાએ પહોંચ્યા હતા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ વેકેશન શરૂ થવાના આગલા દિવસે પરિણામ જાહેર કરવામાં આવે છે જે પરંપરા જાળવી રાખી આવતીકાલ થી વેકેશનનો આરંભ થતો હોય છે
પરિણામ બાદ આજથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વેકેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે ધોરણ ૩ થી ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું હતું સાવરકુંડલા તાલુકાના ધોરણ ૧થી ૮ ના ૧૭ હજાર વિદ્યાર્થી છે જેની પરીક્ષા ગત એપ્રિલ માસ માં લેવામાં આવી હતી સાવરકુંડલા શહેર અને તાલુકા ની સરકારી તેમજ સેલ્ફ ફાઈનાન્સ પ્રાઇવેટ સ્કૂલો ના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી ઓને રિઝલ્ટ આપવામાં આવ્યા હતા.
 સાવરકુંડલા શહેર અને તાલુકા ભરની સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના ધોરણ એકથી આઠના બાળકોના આજે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે બાળકો ના શિક્ષણ માં રૂચિ જાગે અને શિક્ષણ પ્રત્યે સર્વાગી વિકાસ થાય તેવા પ્રયત્નોથી શાળા પરિવાર દ્વારા સતત બાળકોનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે ત્યારે સાવરકુંડલા ની નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક સ્કૂલ ના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી, તેમજ શિક્ષક આશાબેન અને સ્ટાફ દ્વારા ધોરણ બેમાં સારા માર્ક લઈ દ્વિતીય ક્રમે પાસ થયેલ વિધાર્થી યુગગીરી ગોસ્વામી ને બિરદાવી તેમને રિઝલ્ટ અને ચોકલેટ આપી વિધાર્થી બાળકો માં ઉત્સાહ વધારવામાં આવ્યો હતો એમ  અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું