Gujarat

શાપર ગામથી ઢોલરા ને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલત માં, વાહનચાલકો ને હાલાકી

કોટડાસાંગાણી તાલુકા ના શાપર અને ઢોલરા ગામને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલત માં જોવા મળે છે. આ રોડ પર આશ્રય સોસાયટી, અને અંજની સોસાયટી, તેમજ વિશ્વા સિટી સહીત ની સોસાયટીઓ અને કારખાનાઓ આવેલ હોય અને રાજકોટ થી દરરોજ હજારો ની સંખ્યા માં આ રોડ પર થી કારખાના ના ઉદ્યોગપતિઓ,શ્રમીકો વગેરે પસાર થતા હોય છે.તેથી અહીંયા મોટા ભાગે રસ્તો સાવ ભંગાર હાલત માં જોવા મળે છે.
પણ તંત્ર દ્વારા સમયાંતરે મરામત કરવામાં આવતી નથી કે પસી નવા માર્ગ નું કોઈ પ્લાંનિંગ કરવામાં આવતું નથી,જેના કારણે લોકો ને હાલાકી ભોગવવી પડે છે.આ શાપર થી ઢોલરા રોડ રાજકોટ ના કોરાટ ચોક સુધી જોડાયેલ છે. જેથી મોટી સંખ્યા માં વાહનો દરરોજ પસાર થતા હોય છે.સિંગલ પટ્ટી નો રસ્તો હોવાથી ઘણી વાર મોટા ભાર વાહન વાહનો સામે પસાર થતા તકલીફ વેડવવી પડે છે.
આ રોડ માં છેલ્લા એકાદ વર્ષ થી ઠેર ઠેર મસમોટા ગાબડાંઓ પડતા હાડમારી ભોગવવી રહયાં છે.પરંતુ તંત્ર એ રીપેરીંગ ની તસ્દી લીધી નથી,વાહનચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે.ત્યારે અહીંનો રસ્તો વહેલી તકે રીપેરીંગ થાય તેવી લોક માંગ ઉઠી છે
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ