જામનગરમાં અંબર ચોકડી થી નાગનાથ ચોકડી સુધી ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે પરંતુ આ રસ્તા ઉપર મસ મોટા ખાડા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી જામનગરના વિવિધ વિસ્તારોમાં ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જેમાં અંબર ચોકડી થી નાગનાથ ચોકડી સુધીના માર્ગ પર ફ્લાવર બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે.
કોઈ મોટું અકસ્માત કે દુર્ઘટના ન બને તે માટે જે વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે ત્યાં પતરાની આડસ મુકવામાં આવી છે. જેને કારણે રોડ સાંકડો બની ગયો છે. જેથી છાશવારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.જેથી વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
તો વળી આટલું ઓછું હોય તેમ આ રોડ પર મસ મોટા ખાડાને કારણે સમગ્ર રોડ મગરમચ્છની પીઠ સમાજ બની ગયો છે જેના કારણે વાહન ચાલકોનું મુશ્કેલી બેવડાય છે.

